પોલીસને હટાવી તો જુઓ, ૨૪ કલાકમાં ૫૦ હજાર લોકો દેખાશે : હાર્દિક

હાર્દિક પટેલે અનશનના ત્રીજા દિવસે કહ્યું...

hardik

રશ્મિન શાહ

પાટીદાર અનામત આંદોલન માટે આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે ગઈ કાલે ઉપવાસના ત્રીજા દિવસે ‘મિડ-ડે’ સાથે ફોન પર વાત કરતાં નરેન્દ્ર મોદીના નામોલ્લેખ વિના કહ્યું હતું કે ‘BJP સરકારના કહેવાતા નેતા જાહેરમાં તો છપ્પનની છાતીનો ઉલ્લેખ બહુ કરે છે, જો સાચે જ છપ્પનની છાતી હોય તો એક વાર મારા ઘરેથી પોલીસ હટાવી જુએ, ચોવીસ કલાકમાં પચાસ હજાર લોકોનું ધાડિયું મારા ઘરે હશે. ગૅરન્ટી સાથે કહું છું, જો ખોટો પડું તો અનામત માગવાનું મૂકી દઈશ.’

હાર્દિક પટેલના અનશનને પબ્લિકનો રિસ્પૉન્સ નથી મળતો એવી વાત પર તેણે આ જવાબ આપ્યો હતો. હાર્દિકે પોતાની સરખામણી અરબી ઘોડા સાથે કરતાં કહ્યું હતું કે ‘આ બધું મને થકવી દેવા કરવામાં આવે છે, પણ ભૂલી ગઈ સરકાર કે અરબી ઘોડા સાથે એનો પનારો પડ્યો છો. અરબી ઘોડો જેટલો થાકે એટલો વધારે ભુરાયો થઈને દોડે. એ રેસ અધૂરી ન મૂકે, રેસ વહેલી પૂરી કરે. હું અરબી ઘોડા જેવો છું, જેટલો વધારે થાકીશ, જેટલો વધારે મને હેરાન કરશો એટલો વધારે ભુરાયો થઈને દોડીશ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK