શરદ યાદવના હાથે જળગ્રહણ: હવે ડૉક્ટરોની સલાહથી જમશે

લોકતાંત્રિક જનતા દળના પ્રમુખે પાટીદાર નેતાને આપી સલાહ : લડાઈ માટે શ્વાસ બહુ જરૂરી છે, ભૂખહડતાળ નહીં; સ્વસ્થ રહીને અન્યાય સામે સંઘર્ષ કરો

SHARAD YADAV



પાટીદારોને અનામત મળે, ખેડૂતોનાં દેવાં માફ થાય તેમ જ અલ્પેશ કથીરિયાને મુક્ત કરવામાં આવે એવી માગણી સાથે આમરણાંત ઉપવાસ પર ઊતરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલને હવે પીછેહઠ કરવાનો વારો આવ્યો છે. તેના ઉપવાસના ૧૫ દિવસ બાદ પણ ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ રીતે વાટાઘાટો માટે પણ આમંત્રણ મYયું નથી અને તેથી હાર્દિક પટેલે કોઈ પાટીદાર નેતાના કહેવાથી નહીં પણ બિહારના નેતા અને લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવના હાથે પાણી પીને જળત્યાગ છોડ્યો હતો. હવે તે ડૉક્ટરોની સલાહ મુજબ જમવાનું પણ લેવાનો છે. આમ ૨૦૧૫માં મોટા પાયે પાટીદારો માટે અનામત આંદોલનના હીરો રહેલા હાર્દિક પટેલનાં હવે વળતાં પાણી થયાં હોય એવો ઘાટ છે.

આમરણાંત ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલની ૧૪મા દિવસે તબિયત લથડતાં શુક્રવારે બપોરે તેને સોલા સિવિલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો અને સરકારી હૉસ્પિટલમાં તેના જીવને જોખમ હોવાની આશંકાના પગલે મોડી રાતે તેને વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વ પ્રતિષ્ઠાનમ (SGVP) હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

સારવાર વખતે ડૉક્ટરે હાર્દિકને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે સાજા થવા માટે પાણી પીવું જરૂરી છે, નહીં તો કિડનીમાં ઇન્ફેક્શન થઈ શકે છે.

ડૉક્ટરની સલાહ અને એ સમયે આવેલા બિહારના નેતા શરદ યાદવની સમજાવટ બાદ હાર્દિક પટેલે શરદ યાદવના હાથે પાણી પીને જળત્યાગ છોડ્યો હતો. હાર્દિકને મળ્યા બાદ શરદ યાદવે મીડિયાને કહ્યું હતું કે ‘હાર્દિક પટેલ સાથે વાત થઈ છે. તે પાણી પીતો નહોતો, પણ મેં તેને પાણી પીવડાવ્યું હતું અને કહ્યું કે ભૂખ હડતાળ નહીં, સ્વસ્થ રહીને અન્યાય સામે સંઘર્ષ કરો. લડાઈ માટે શ્વાસ બહુ જ જરૂરી છે. સરકાર સામે માગણી કરીને શરીરને દાવ પર ન લગાવવાનું જોઈએ. હાર્દિક પટેલના ખેડૂતોના મુદ્દાને હું પૂરી રીતે સમર્થન આપું છું. અનામતની વાત છે એ સંવિધાનની સીમામાં સરકારે જોવાનું કામ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK