પરમિશન વિના પણ હાર્દિક કરશે આમરણાંત ઉપવાસ

આજથી દડવાથી દ્વારકા સુધીની વિજય સંકલ્પ યાત્રા શરૂ

hardik patel

પાટીદારોને અનામત મળે એ માટે હાર્દિક પટેલે ૨૬ ઑગસ્ટથી અમદાવાદમાં આમરણાંત ઉપવાસ કરવા માટે ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે પરમિશન માગી હતી, પણ એ પરમિશન ન મળતાં ગઈ કાલે હાર્દિકે જાહેરાત કરી હતી કે તે પરમિશન વિના પણ અમદાવાદમાં જ આમરણાંત ઉપવાસ પર બેસશે, જેના માટે જે કોઈ ગ્રાઉન્ડને બદલે એવું લાગશે તો હેલ્મેટ સર્કલ પર બેસે એવી પણ શક્યતા દર્શાવી હતી. પરમિશન વિનાના આ ઉપવાસમાં તેને સફળતા મળે અને કોઈ જાતની રાજકીય અરાજકતા ન સર્જાય એ માટે આજથી હાર્દિક પટેલ વિજય સંકલ્પ યાત્રા શરૂ કરવાનો છે, જે રાજકોટ જિલ્લાના દડવા નામના ગામથી શરૂ થઈને દ્વારકા સુધી થશે.

આ વિજય સંકલ્પ યાત્રામાં હાર્દિક પટેલ સાથે ૭૦ કાર, ૧૦૦ બાઇક, વીસ ઘોડા અને DJ પાર્ટી સાથેની ત્રણ ટ્રક રહેશે. હાર્દિકને આ યાત્રા માટે પરમિશન મળી છે, પણ આ યાત્રા દરમ્યાન તે કોઈ જગ્યાએ જાહેર સભા નહીં કરી શકે. હાર્દિકે કહ્યું હતું કે ‘હવે જે લડત શરૂ થવાની છે એ અંતિમ તબક્કાની છે અને એ માટે મારી બધા પ્રકારની તૈયારી છે. સરકારે અંગ્રેજ જેવું વર્તન શરૂ કરી દીધું છે એટલે અમે પણ ભગત સિંહ બનવા માટે તૈયાર થઈ ગયા છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK