હાર્દિક પટેલે ફરી કર્યો જળનો ત્યાગ

પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રવક્તાનો BJP સરકાર સામે ગંભીર આક્ષેપ: ગુજરાતને અશાંત કરી દોષનો ટોપલો હાર્દિક પર નાખીને જેલમાં પૂરી દેવાનું ષડ્યંત્ર

hardik

શૈલેષ નાયક

૨૫ ઑગસ્ટથી આમરણાંત ઉપવાસ પર ઊતરેલા પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ સાથે ગુજરાત સરકાર વાટાઘાટો કરવા આગળ ન આવતાં ગઈ કાલે સાંજથી હાર્દિક પટેલે ફરી વાર પાણીનો ત્યાગ કર્યો હતો. બીજી તરફ ગુજરાતને અશાંત કરીને દોષનો ટોપલો હાર્દિક પટેલ પર નાખી તેને જેલમાં પૂરી દેવાના ષડ્યંત્રની બદબૂ આવતી હોવાનો આક્ષેપ પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રવક્તાએ BJP સરકાર સામે કર્યો છે.

ગઈ કાલે મોડી સાંજે પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રવક્તા મનોજ પનારાએ ગુજરાત સરકાર સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘સરકારને વાત કરવાનો સમય નથી. સરકારને માત્ર ને માત્ર તાયફા કરવા અને લોકોને ગુમરાહ કરવા જેવાં કામ કરવા માટે ઘણો સમય છે; પણ ગુજરાતના ચાર કરોડ ખેડૂતો, દોઢ કરોડ પાટીદારો તેમ જ ગુજરાતની જનતા માટે સમય નથી એવું અમને ૨૪ કલાક પછી લાગી રહ્યું છે.’

ગુજરાત સરકારના ઇરાદા વિશે બોલતાં મનોજ પનારાએ કહ્યું હતું કે ‘હાર્દિક પટેલને ટૂંક સમયમાં જબરદસ્તીથી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરી દેવો અને ખોટી સારવાર કરીને હાર્દિક પટેલને પહેલેથી કિડનીનો બીમારી છે, હાર્ટનો પ્રૉબ્લેમ છે એવું સાબિત કરીને તે પ્રજાનો અવાજ ન બને એવી ચેષ્ટા BJP સરકારના ઇશારે થઈ રહી હોવાનું દેખાય છે. તેથી સરકાર એવી ચેષ્ટા ન કરે કે ગુજરાત અશાંત બને. BJPના ગુંડાઓ ગુજરાતને અશાંત બનાવીને હાર્દિક પટેલ પર આક્ષેપ કરવાની તૈયારી ચાલી રહી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK