ઉપવાસ પર બેઠેલા હાર્દિકે હવે જળનો પણ કર્યો ત્યાગ

ગઈ કાલે ઉપવાસના છઠ્ઠા દિવસે સાડાચાર કિલો વજન ઊતરી ગયું : હાર્દિકના સમર્થનમાં છ પાટીદારોએ મુંડન કરાવ્યું, તેને શક્તિ મળે એવી પ્રાર્થના સાથે સુરતમાં સત્યનારાયણ ભગવાનની કથા યોજી

hardik

પાટીદારોને અનામત મળે અને ખેડૂતોનાં દેવાં માફ કરવાની માગણી સાથે છેલ્લા છ દિવસથી અમદાવાદ પાસે આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગઈ કાલે સરકારી ડૉક્ટરને યુરિન અને બ્લડ સૅમ્પલ આપવાનો ઇનકાર કર્યો હતો એટલું જ નહીં, પરંતુ વિલપાવરના સહારે પાટીદાર યુવા નેતાએ ઉપવાસ માટે અડગ રહીને ગઈ કાલથી જળત્યાગ કર્યો છે.

હાર્દિક પટેલના સરકારી હૉસ્પિટલ અને પ્રાઇવેટ લૅબ દ્વારા કરવામાં આવેલા RBC કાઉન્ટના રિપોર્ટમાં તફાવત આવ્યો હતો. સોલા સિવિલ હૉસ્પિટલના રિપોર્ટમાં RBC કાઉન્ટ ૧૧૨ હતા જ્યારે પ્રાઇવેટ લૅબના રિપોર્ટમાં ૪૭ RBC આવ્યા હતા. રિપોર્ટમાં આવેલા તફાવતને કારણે ઉપવાસી છાવણીમાં નારાજગી ફેલાઈ ગઈ હતી. રિપોર્ટમાં તફાવત આવતાં હાર્દિક પટેલે સરકારી ડૉક્ટરને યુરિન અને બ્લડ સૅમ્પલ આપવાની ના પાડી હતી. દરમ્યાન છેલ્લા છ દિવસથી ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલનું વજન સાડાચાર કિલો ઊતરી ગયું છે અને હવે ગઈ કાલથી તેણે પાણીનો ત્યાગ કર્યો છે.

હાર્દિક પટેલના સમર્થનમાં ગઈ કાલે ઉપવાસી છાવણીમાં સુરત, તેનપુર, જૂનાગઢ, ધ્રાંગધ્રા અને વિરમગામના છ પાટીદારોએ મુંડન કરાવ્યું હતું. બીજી તરફ સુરતના પૂણા ગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાને ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના સાથે પાટીદારોએ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું હતું અને પ્રતીક ઉપવાસ કર્યા હતા. આ ઉપરાંત વિજાપુર તાલુકાના ખનુસા ગામ, સુરત, જૂનાગઢ, જામનગર, સાવરકુંડલા, દ્વારકા સહિત ગુજરાતમાં હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા હતા.

હાર્દિકને સપોર્ટ કરવા માટે ગઈ કાલે ઉપવાસી છાવણીમાં કૉન્ગ્રેસના વિધાનસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, બળદેવજી ઠાકોર, સી. જે. ચાવડા ઉપરાંત કૉન્ગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય જગદીશ ઠાકોર પહોંચ્યા હતા અને હાર્દિક પટેલને મળીને તેને સપોર્ટ કર્યો હતો.

હાર્દિક પટેલને સપોર્ટ કરવા તેના દાદા આવ્યા

આમરણાંત ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલને મળવા માટે ગઈ કાલે તેના દાદા નરસિંહ પટેલ આવ્યા હતા. પોતાના પૌત્રને મળીને તેના ખબરઅંતર પૂછીને તેને સપોર્ટ આપ્યો હતો. હાર્દિક પટેલે સોશ્યલ મીડિયામાં પોસ્ટમાં કહ્યું હતું કે ‘દાદાએ કહ્યું કે બેટા લડ, ખેડૂતોની વાત છે. ગઈ કાલ અમારી મજબૂત હતી, પરંતુ આવતી કાલ બહુ ખરાબ છે. તારે લડવાનું છે, આપણા સમાજને સામાજિક ન્યાય અપાવવાનો છે અને ખેડૂતોનાં દેવાં માફ કરાવવાનાં છે. દેશને ખવડાવનાર ખેડૂત ગરીબ અને લાચાર થઈ ગયો છે. આપણે ક્યાં સુધી સહન કરીશું. લડીશું ત્યારે તો બેટા જીતીશું.’

હાર્દિક પટેલે સોશ્યલ મીડિયામાં અન્ય એક પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘ગુજરાતમાં જે રીતે જનતાના અવાજને દબાવવામાં આવે છે, હું દાવા સાથે કહું છું કે ગુજરાતમાં હવે સંપૂર્ણ લોકક્રાન્તિનું આહ્વાન છે. સત્તાની સામે જનતાનો વિસ્ફોટ થવાનું નક્કી છે. ઇન્દિરા સરકારની સામે જે લોકક્રાન્તિ થઈ હતી એ લોકક્રાન્તિ હવે BJPના મોદીરાજમાં થવાની નક્કી છે. આ ક્રાન્તિ સત્તાને તોફાનમાં ખેંચી લેશે અને સત્તા ધ્વસ્ત થઈ જશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK