હાર્દિક પટેલે પાણી પીધું, પણ અન્ન લેવાનો કર્યો ઇનકાર

પાટીદાર આગેવાન જયરામ પટેલે મીડિયાને કહ્યું કે આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે મધ્યસ્થી બની નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશું

hardik



પાટીદારોને અનામત મળે અને ખેડૂતોનાં દેવાં માફ કરવાની માગણી સાથે છેલ્લા આઠ દિવસથી અમદાવાદ પાસે આવેલા ગ્રીનવુડમાં આમરણાંત ઉપવાસ પર ઊતરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે ગઈ કાલે સંતો અને સમર્થકોની સમજાવટથી પાણી પીધું હતું. ગઈ કાલે ગઢડાના એસ. પી. સ્વામીના હાથે તેણે પાણી પીધું હતું. જોકે અન્ન લેવાનો ઇનકાર કરીને ઉપવાસ આંદોલન ચાલુ રાખ્યું હતું.

છેલ્લા બે દિવસથી હાર્દિક પટેલે જળત્યાગ કરતાં પાટીદાર આગેવાનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ગઈ કાલે તેને મળવા માટે ખોડલધામ, સિદસર અને ઊંઝાની પાટીદાર સંસ્થાઓના આગેવાનો આવ્યા હતા. ખોડલધામના દિનેશ કુંભાણી, ઊંઝા ઉમિયાધામના દિલીપ પટેલ, સિદસર ઉમિયાધામના જયરામ પટેલ સહિતના આગેવાનોએ હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ અમિત ચાવડા તેમ જ સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે હાર્દિક પટેલને મળીને તેના ખબરઅંતર પૂછ્યા હતા અને સપોર્ટ આપ્યો હતો.

પાટીદાર આગેવાન અને સિદસર ઉમિયાધામના જયરામ પટેલે મીડિયાને કહ્યું હતું કે ‘એકલા સમાજના આગેવાનોથી પ્રશ્નોનું નિરાકરણ આવે નહીં. આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે મધ્યસ્થી તરીકે બેસીને  નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશું. અત્યાર સુધી નક્કર કશું થયું નથી. અમારા અનુભવ પ્રમાણે આ આંદોલન ચાલુ થયું ત્યારથી હું મધ્યસ્થી તરીકે છું; પણ મને લાગે છે કે આ આંદોલનનું સમય જ સૉલ્યુશન હોય અને માતાજીને પ્રાર્થના કરીએ કે હવે સમય આવી ગયો હોય તો સૉલ્યુશન આવે. અમે પ્રશ્ન ઉકેલવા આવ્યા છીએ. અમે પ્રશ્નનું સૉલ્યુશન લાવવા પ્રયાસ કરીશું.’

બીજી તરફ સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું હતું કે ‘પાટીદારોને અવૉઇડ કરવામાં આવશે તો ૨૦૧૯ની ચૂંટણીમાં એનાં પરિણામો જોવા મળશે.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK