સરકારને ટોણા મારવા હાર્દિકે ગઈ કાલે ઊજવ્યો ટ્વીટ-ડે

દિવસભર ટ્વીટ કરતો રહ્યો અને આખો દિવસ મીડિયાને પણ આ રીતે બિઝી રાખ્યું

hardik

રશ્મિન શાહ

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે ગઈ કાલે આખો દિવસ ટ્રાવેલિંગ કર્યું હતું. આ ટ્રાવેલિંગ દરમ્યાન તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટમાં ટ્વીટનો એકધારો મારો ચાલુ રાખીને ગ્થ્ભ્થી માંડીને મીડિયાને પણ બિઝી રાખ્યું હતું. હાર્દિકે ગઈ કાલે દિવસ દરમ્યાન ૧૪ ટ્વીટ કરી હતી, જેમાંથી થોડી ટ્વીટ તેણે વિવાદ ઊભો કરીને ડિલીટ પણ કરી નાખી હતી. હાર્દિક પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મનની વાત અત્યારના સમયે ખાલી ટ્વિટર પર થઈ શકે છે. બાકી તો બધે નરેન્દ્ર મોદી અને ગ્થ્ભ્નું જ રાજ છે.’

હાર્દિકે એક ટ્વીટમાં કહ્યું હતું કે ‘હવે મારા પર થયેલા કેસ કોર્ટમાં ચાલવાના શરૂ થયા છે, જેમાં સરકારે વારંવાર હું ભગત સિંહ વિશે બોલું છું એનો વિરોધ પણ કર્યો. મારો જવાબ હતો કે હું ભગત સિંહ જેવો બનવા માગું છું એટલે તેમનું નામ લઉં છું અને આ દેશની સરકાર પણ ભગત સિંહ સાથે થયું એવું જ કરીને મારા પર દેશદ્રોહનો કેસ ચલાવે છે. જો હું ગોડસે બનવાની વાત કરતો હોત તો આજે મારા પર આવો રાષ્ટ્રદ્રોહનો કેસ ન થયો હતો.’

યુવાનો પર ટોણો મારતાં હાર્દિકે ટ્વીટ કર્યું હતું કે ‘આ દેશના યુવાનોને રાજકારણમાં રસ છે, પણ તેઓ દૂરથી તમાશો જોવા માગે છે અને બીજાની ભૂલો કાઢે છે. ત્યાં જઈને સરખું કરવામાં તેમને ડર લાગે છે.’

હાર્દિકે એક ટ્વીટમાં કહ્યું હતું કે ‘આપણા દેશના રાજકારણમાં બુઢ્ઢાઓની બોલબાલા છે અને માત્ર ગણ્યાગાંઠ્યા યુવાનો રાજકારણમાં છે. આવું થવાનું એક કારણ એ પણ છે કે આપણા દેશની રાજનીતિનું વાતાવરણ દિવસે-દિવસે બગડતું જાય છે અને સાચા દેશભક્તોને બદલે સત્તાલાલચુ અને પૈસાના લાલચુ લોકો ગોઠવાઈ ગયા છે.’

હાર્દિકે સૌથી છેલ્લે ટ્વીટ કરતાં પોતાની આપવીતી વર્ણવી હતી અને લખ્યું હતું કે ‘જેવી BJPની સરકાર આવી કે તરત જ કોર્ટના ધક્કા વધી ગયા. જો હું ખરેખર ગુનેગાર હોત જેલ અને કોર્ટનાં ચક્કર કાપતો ન હોત અને BJPમાં (પદ પર) હોત. હું આ દેશના ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખીશ; કારણ કે મને સરકાર, પોલીસ અને પ્રશાસન પર તો વિશ્વાસ રહ્યો નથી.’

એક વખત હાર્દિકે ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીનું બીજું નામ શું હોવું જોઈએ? હિટલર રાખું?’

આ ટ્વીટ હાર્દિકે થોડી મિનિટોમાં ડિલીટ કરી નાખી હતી. હાર્દિકે હસતાં-હસતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીજું વધારે સારું નામ શોધવાનું મન થયું એટલે એ ટ્વીટ ડિલીટ કરી છે.’

આ દેશના યુવાનોને રાજકારણમાં રસ તો છે પણ દૂરથી તમાશો જ જોવા માગે છે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK