ઉપવાસના નવમા દિવસે હાર્દિક પટેલે તૈયાર કરી વસિયત

તેની પાસે મિલકતમાં બૅન્કમાં ૫૦,૦૦૦ રૂપિયા, વીમા-પૉલિસી અને એક કાર છે. આ ઉપરાંત તેની પ્રસ્તાવિત બુકની રૉયલ્ટીની આવક ઊભી થવાની છે:માતા–પિતાને ૧૫ ટકા અને બહેનને ૧૫ ટકા રકમ આપવા તેમ જ બાકીનીરકમ શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવારને આપવાની વિલમાં જાહેરાત

haridk



પાટીદારોને અનામત મળે અને ખેડૂતોનાં દેવાં માફ થાય એવી માગણી સાથે છેલ્લા નવ દિવસથી અમદાવાદ પાસે અન્નત્યાગ કરીને આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને સતત ઉપવાસને કારણે હવે શરીર સાથ ન આપતાં પોતાનું મૃત્યુ થશે એવી દહેશતના પગલે તેણે ગઈ કાલે પોતાની વસિયત જાહેર કરી હતી તેમ જ મૃત્યુ બાદ ચક્ષુદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

ગઈ કાલે પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રવક્તા મનોજ પનારાએ મીડિયાને કહ્યું હતું કે ઉપવાસના નવમા દિવસે હાર્દિક પટેલે તેની વસિયત જાહેર કરી છે. હાર્દિક પટેલે તેના વિલમાં નોંધ્યું છે કે ‘પાટીદારોને અનામત મળે તથા ખેડૂતોનું દેવું માફ થાય એવા જનહિતથી ગુજરાતની તાનાશાહી જુલમી ગ્થ્ભ્ સરકાર સામે પચીસ ઑગસ્ટથી આમરણાંત ઉપવાસ પર ઊતર્યો છું અને અન્નનો ત્યાગ કર્યો છે. હવે મારું શરીર તકલીફ, દુ:ખ, બીમારી, ઈજા, વ્યથા, રોગથી પીડાઈ રહ્યું છે. એવા સંજોગોમાં આ નાશવંત શરીરનો ભરોસો ન હોવાથી અને નાશવંત શરીરમાંથી આત્મા ગમે ત્યારે ત્યાગ કરી શકે એવા સંજોગો છે. સમાજની સેવાર્થે ગમે એ સમયે શરીર ત્યાગ કરવાની પરિસ્થિતિ સર્જાયેલી હોવાથી હું આ છેવટનું અને આખરી વિલ તૈયાર કરું છું.’



આ પણ વાંચોઃ હાર્દિકના અનશન પર કોણ રાખે છે નજર?



હાર્દિક પટેલે વારસદારોમાં તેના પિતા ભરત પટેલ અને માતા ઉષા પટેલને દર્શાવ્યાં છે. પોતાની સ્વપાર્જિત મિલકત દર્શાવતાં લખ્યું છે કે ‘ઍક્સિસ બૅન્કમાં ૫૦,૦૦૦ રૂપિયા છે અને મૅક્સ લાઇફ ઇન્શ્યૉરન્સની ૨૦૧૪માં કઢાવેલી પૉલિસી છે. એમાં જે કંઈ રકમ મળે એ રકમ, કારની જે કંઈ રકમ મળે એ તેમ જ મારી ‘હુ ટુક માય જૉબ’ નામની બુક લખાઈ રહી છે એની રૉયલ્ટીની આવક એ મિલકત મારી પાસે છે.’

વિલમાં હાર્દિકે લખ્યું છે કે ‘મારા આમરણાંત ઉપવાસથી જો દેહત્યાગ થાય એ સંજોગોમાં મારા બૅન્ક-અકાઉન્ટમાં રહેલા ૫૦,૦૦૦ રૂપિયામાંથી ૨૦,૦૦૦ રૂપિયા માતા-પિતાને તેમ જ બાકીના રૂપિયાનો મારા ગામ ચંદનનગરની બાજુમાં આવેલા વિરપુરના પાંજરાપોળનાં અબોલ પશુઓને ઘાસચારો કરાવવો. ઇન્શ્યૉરન્સ પૉલિસીની જે કંઈ રકમ, વેહીકલની રકમ અને મારી જે બુક લખાઈ રહી છે એની રૉયલ્ટીની આવકમાંથી ૧૫ ટકા રકમ મારાં માતા–પિતાને, ૧૫ ટકા રકમ મારી બહેનને તેમ જ બાકીની રકમ પાટીદાર અનામત આંદોલન દરમ્યાન શહીદ થયેલા યુવાનોના પરિવારને આપવી. મારા મૃત્યુ બાદ મારાં નેત્રોનું દાન કરવાની મારી ઇચ્છા છે જેનો અમલ કરવો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK