જો સરકાર આડી ઊતરી તો લાશો પડશે : હાર્દિક

૨૫ ઑગસ્ટે આમરણાંત અનશન માટે તે અમદાવાદમાં જ બેસશે

hardik


રશ્મિન શાહ

પાટીદાર અનામત આંદોલનના ભાગરૂપે હાર્દિક પટેલે આમરણાંત અનશનની જાહેરાત કર્યા પછી તેણે આ અનશન માટે અમદાવાદનું GIDC ગ્રાઉન્ડ માગ્યું હતું, પણ સરકારે એ ગ્રાઉન્ડ પાટીદારોને આપવાને બદલે એને પાર્કિંગ માટે એનાયત કરી દીધું અને હાર્દિકે અમદાવાદમાં ઉપવાસ કરવા નહીં એવો આદેશ આપી દીધો. જોકે એ પછી હાર્દિક પટેલે નમતું જોખવાને બદલે ગઈ કાલે કહ્યું હતું કે ઉપવાસ અમદાવાદમાં જ થશે અને GIDC ગ્રાઉન્ડમાં જ થશે.

હાર્દિકે ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જો સરકાર આડી ઊતરશે તો લાશો પડશે, પણ અનશન થશે અને એ આ જ ગ્રાઉન્ડમાં થશે એ નક્કી છે. GIDC ગ્રાઉન્ડમાં વાહન પાર્ક થયેલાં હશે તો એના પર ચડીને અમે ઉપવાસ કરીશું, પણ અમને હવે કોઈ રોકી નહીં શકે.’

હાર્દિક પટેલના આ સ્ટેટમેન્ટ માટે પહેલાં તો ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલે જવાબ આપવાની ના પાડી દીધી હતી,

પણ પછી તેમણે કહ્યું હતું કે ‘વાત એની થાય જેનું કંઈ ઊપજતું હોય. હાર્દિક વિશે વાત કરીને સમય ન બગાડવો જોઈએ. જો તે કાયદો હાથમાં લેશે તો આકરામાં આકરાં પગલાં લેવામાં અમે ખચકાઈશું નહીં.’

હાર્દિક પટેલે કહ્યું હતું કે ‘હવે વધુમાં વધુ તો ગુજરાત સરકાર મારો જીવ લઈ શકે. એનો પણ મને વાંધો નથી, પરંતુ પાટીદારોના હક માટે હવે અંતિમ તબક્કાની લડાઈ અમે લડી લઈશું.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK