હાર્દિક પટેલનાં પારણાં હાથવેંતમાં, ગુજરાતના બે સંતો કરશે મધ્યસ્થી

ઉપવાસની છાવણીની બહાર ICU ઑન વ્હીલ્સ ૨૪ કલાક માટે તહેનાત કરવામાં આવ્યું

hardik patel



રશ્મિન શાહ

પાટીદારોને અનામત મળે અને ખેડૂતોનું દેવું માફ થાય એ માટે છેલ્લા ૧૦ દિવસથી અમદાવાદ પાસે અનશન પર ઊતરેલા હાર્દિક પટેલને પારણાં કરાવવા માટે હવે ગુજરાત સરકાર કટિબદ્ધ બની છે. પાટીદાર આગેવાનો અને પાટીદાર સંગઠનોને આ માટે મધ્યસ્થી કરવા ગુજરાત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે તો સાથોસાથ હાર્દિક પટેલને સમજાવવા અને તેને પારણાં કરાવવા માટે ગુજરાતના બે સંતોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. આ બેમાંના એક સંત સાથે ‘મિડ-ડે’એ ગઈ કાલે વાતચીત કરી હતી. સંતશ્રીએ કહ્યું હતું કે ‘વાતાવરણ બગડે અને ગુજરાતમાં અવિશ્વાસનો માહોલ જન્મે એના કરતાં સમજુ વ્યક્તિ આગળ આવે અને આ પ્રfનની મડાગાંઠ ઉકેલે એ જરૂરી છે.’

આ અગાઉ હાર્દિક પટેલે જળનો પણ ત્યાગ કર્યો હતો. ગઢનાના એસ. પી. સ્વામીએ હાર્દિકને જળનાં પારણાં કરાવ્યાં હતાં, પણ એ વખતે હાર્દિકે અન્નત્યાગ અકબંધ રાખ્યો હતો. આ વખતે પણ હાર્દિકને પારણાં કરાવવા માટે તેની ધાર્મિક લાગણીને જ કેન્દ્રમાં રાખવામાં આવી છે અને ગુજરાતના સંતોને એની જવાબદારી સોંપવામાં આવી છે.

હાર્દિકે પચીસ ઑગસ્ટે ઉપવાસ-આંદોલન શરૂ કર્યું ત્યારે ગુજરાતનાં ૧૮ ગામોએ તેને સપોર્ટ જાહેર કયોર્ હતો. આજે ૫૦૦થી વધુ ગામોમાં હાર્દિકને સપોર્ટ આપતાં ઉપવાસ-આંદોલનો ચાલી રહ્યાં છે.   

સામા પક્ષે હાર્દિક પટેલ પણ પોતાના મુદ્દાઓ પર અડગ છે અને ગઈ કાલે પણ મેડિકલ ચેકઅપ કરાવવાનો બે વખત ઇનકાર કરી દીધો હતો. ગુજરાત સરકાર દ્વારા ICU ઑન વ્હીલ્સ તેના નિવાસસ્થાનની બહાર રાખવામાં આવ્યું છે તેમ જ ૨૪ કલાક માટે મેડિકલ ટીમને તહેનાત કરવામાં આવી છે.
 
ઉમિયા માતાજી સંસ્થાને આપી ચેતવણી

રવિવારે સાબરકાંઠાના હિંમતનગર આજુબાજુનાં ગામોમાંથી ઉમિયા માતાનો રથ લઈ આવી રહેલા પદયાત્રીઓ પર હિંમતનગર હાઇવે ઉપર થયેલા પોલીસદમનને કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા દ્વારા વખોડી કાઢવામાં આવ્યું છે.

સંસ્થાના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ વતી સંસ્થાના માનદમંત્રી દિલીપ પટેલે કહ્યું હતું કે ‘ફરીથી આવું અત્યાચારી દમનકારી કૃત્ય ન થાય અને લોકોની શ્રદ્ધા-આસ્થા–ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે એની સરકાર નોંધ લે. પાટીદાર સમાજની વિશ્વફલકની સંગઠિત શક્તિને ઓછી ન આંકે. આવા અત્યાચારી કૃત્ય કરનાર અધિકારીઓ સામે સરકાર યોગ્ય પગલાં લે, નહીં તો ધાર્મિક સંસ્થાઓએ આ વિશે વિચારવું પડશે.’

બીજી તરફ જૂનાગઢ જિલ્લાના ગાંઠીલામાં આવેલા શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટે (ઉમાધામ) પાટીદાર આંદોલનને ટેકો જાહેર કર્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK