ગાંધીનગર કે અમદાવાદ શપથવિધિ ક્યાં થશે?

ગુજરાતના ચીફ સેક્રેટરીએ જગ્યાની શોધ શરૂ કરી, પચીસમીએ યોજાઈ શકે

modi

ગુજરાતની જનતાએ બે તૃતીયાંશ બહુમત સાથે BJPને ફરી એક વાર સત્તાનાં સૂત્રો સંભાળવા માટેની તક આપી છે ત્યારે નવી સરકારની શપથવિધિ ક્યાં યોજવી એ માટે ગુજરાતના વહિવટી તંત્રએ કવાયત હાથ ધરી છે. અમદાવાદ અને ગાંધીનગરનાં ત્રણ સ્થળોને ધ્યાનમાં લેવાયાં છે અને એ પૈકી એક સ્થળ પર પસંદગી ઉતારવામાં આવશે. જોકે મોટા ભાગે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ૨૫ ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાય એ માટેના સંજોગો ઊજળા બન્યા છે.

ગુજરાતના ચીફ સેક્રેટરી જે. એન. સિંહ અને તેમની સાથે અન્ય અધિકારીઓએ ગઈ કાલે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં સતત છઠ્ઠી વખત BJPની સરકાર બનવા જઈ રહી છે ત્યારે આ શપથવિધિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાનમંડળના સભ્યો, દેશનાં જુદાં-જુદાં રાજ્યોના ચીફ મિનિસ્ટર્સ તેમ જ કૉર્પોરેટ જગતના માંધાતાઓ, સિનેસ્ટાર સહિતના VVIPઓ ઉપરાંત અંદાજે ૫૦,૦૦૦ જેટલું ક્રાઉડ ઉપસ્થિત રહેવાની શક્યતા હોવાથી આ સમારોહમાં વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ફુલપ્રૂફ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.

ચીફ સેક્રેટરી જે. એન. સિંહે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘નવી સરકારની શપથવિધિ કઈ જગ્યાએ કરવી એ જોવા માટે સરદાર પટેલ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. એ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ અને ગાંધીનગરમાં મહાત્મા મંદિર પણ સારી જગ્યા છે. આ ત્રણ સ્થળો પૈકી નવી સરકાર કોઈ એક સ્થળ સિલેક્ટ કરશે અને જ્યાં કહેશે ત્યાં ફંક્શન કરાવીશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK