ગુજરાતમાં તમામ શૈક્ષણિક બોર્ડમાં ગુજરાતી વિષય ફરજિયાત

આગામી શૈક્ષણિક સત્રથી CBSE સહિતના બોર્ડમાં પહેલા અને બીજા ધોરણમાં આ નિયમ લાગુ પડશે

ગુજરાતમાં તમામ શૈક્ષણિક બોર્ડમાં ગુજરાતી વિષય ફરજિયાત કરવાનો નિર્ણય સરકારે લીધો છે જેના પગલે આગામી શૈક્ષણિક સત્રથી ગુજરાતમાં તમામ બોર્ડ–માધ્યમમાં ગુજરાતી વિષયને ફરજિયાત ભણાવાશે. જોકે આ નિર્ણયનો અમલ હાલમાં પહેલા અને બીજા ધોરણમાં કરાવવામાં આવશે અને ત્યાર બાદ ક્રમશ: આઠમા ધોરણ સુધી એનો અમલ થશે.

વિધાનસભામાં ગઈ કાલે આ જાહેરાત કરતાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે ‘ગુજરાતનું બાળક યોગ્ય રીતે ગુજરાતી બોલી કે સમજી શકે તથા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ઉપરાંતનાં બીજાં બોર્ડ કે ગુજરાતી ઉપરાંત અન્ય ભાષાના માધ્યમની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા–સંસ્કૃતિથી પરિચિત થાય એવા હેતુથી ગુજરાત સરકારે રાજ્યની સરકારમાન્ય અને બોર્ડ–માધ્યમની શાળાઓમાં પણ ગુજરાતી શીખવવાનો નિર્ણય લીધો છે. જૂન ૨૦૧૮થી શરૂ થનારા શૈક્ષણિક સત્રમાં ગુજરાતી ફરજિયાત વિષય તરીકે ભણાવવામાં આવશે.’

CBSE, ICSE, IB, CISCE, IGCSE વગેરે બોર્ડ ઉપરાંત ગુજરાત સરકારમાન્ય ગુજરાતી સિવાયના અન્ય માધ્યમની શાળાઓમાં ૧ થી ૮ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાથી પરિચિત કરાવવાનો આશય છે. જોકે આ નિર્ણયના અમલીકરણમાં કોઈ અગવડ ઊભી ન થાય એ માટે પહેલા અને બીજા ધોરણમાં પરિચયાત્મક ભાષાશિક્ષણ આપવામાં આવશે તેમ જ તજ્જ્ઞો અને ભાષાનિષ્ણાતો–શિક્ષણકારો સાથે રહીને આ પહેલને વધુ સચોટ રીતે ક્રમશ: આગલા ધોરણ માટે કાર્યાન્વિત કરવામાં આવશે.

કોઠારી પંચના અહેવાલ મુજબ પ્રથમ ભાષા તરીકે માતૃભાષા હોવી જોઈએ, પરંતુ ગુજરાતમાં ગુજરાત સરકારમાન્ય અન્ય માધ્યમની અનેક શાળાઓ આવેલી છે જેના વિદ્યાર્થીઓને રાજ્યની ભાષા ગુજરાતી શીખવવામાં આવતી નથી અને પરિણામે ગુજરાતનું બાળક યોગ્ય રીતે ગુજરાતી બોલી કે સમજી ન શકે એવું ઘણી વાર જોવા મળે છે, પરંતુ આ નિર્ણયના અમલ બાદ ગુજરાતનું બાળક ગુજરાતી ભાષાને ધીમે-ધીમે સમજતું થશે એવી આશા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK