સ્ટૅચ્યુ ઑફ યુનિટીનું પીએમના હસ્તે ૩૧ ઑક્ટોબરે થશે લોકાર્પણ

૩૦૦ એન્જિનિયરો અને ૩૦૦૦ કામદારો કરી રહ્યા છે તડામાર કામગીરી : ૨૯૮૯ કરોડના ખર્ચે બનતી આ પ્રતિમાના નિર્માણમાં ૧ લાખ ૪૦ હજાર ઘનમીટર ક્રૉન્ક્રીટ, ૧૮,૫૦૦ મેટ્રિક ટન સ્ટીલ, ૭૦ હજાર મેટ્રિક ટન સિમેન્ટ અને બે હજાર મેટ્રિક ટન બ્રૉન્ઝનો વપરાશ

unity

શૈલેષ નાયક

ગુજરાતની જીવાદોરી નર્મદા નદી પરના સરદાર સરોવર ડૅમ પાસે સાધુ બેટ પર  અંદાજે ૨૯૮૯ કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી માટે ૩ હજાર કામદારો અને ૩૦૦ એન્જિનિયરો તડામાર કામગીરી કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના ડ્રીમ પ્રોજેક્ટ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી વિરાટકાય પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટીનું સરદાર પટેલની જન્મજયંતીએ ૩૧ ઑક્ટોબરે લોકાર્પણ કરે એ માટેની તૈયારીઓ ચાલી રહી છે.

૧૮૨ મીટર ઊંચાઈની આ વિરાટકાય પ્રતિમાના નિર્માણમાં ૧ લાખ ૪૦ હજાર ઘનમીટર ક્રૉન્ક્રીટનો જથ્થો, ૧૮,૫૦૦ મેટ્રિક ટન સ્ટીલ, ૭૦ હજાર મેટ્રિક ટન સિમેન્ટ અને બે હજાર મેટ્રિક ટન બ્રૉન્ઝ વપરાશે. સ્ટૅચ્યુ ઑફ યુનિટી પ્રોજેક્ટમાં પ્રતિમાનું આવરણ બ્રૉન્ઝનું છે, જે ૨૨,૬૦૦ ચોરસ મીટર વિસ્તાર અને ૧૭૦૦ મેટ્રિક ટન વજનનું હશે. વિરાટકાય પ્રતિમાના કામમાં આશરે ૮૬ ટકાથી વધુ ભૌતિક પ્રગતિ થઈ છે. સ્ટૅચ્યુ ઑફ યુનિટી પ્રોજેક્ટમાં વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા, પ્રતિમાનો પાયો અને પ્રદર્શન હૉલ, મેમોરિયલ અને વિઝિટર સેન્ટર, સાધુ ટેકરીને મુખ્ય જમીન સુધી જોડતો બ્રિજ, શ્રેષ્ઠ ભારત ભવન અને શ્રેષ્ઠ ભારત ભવનથી મેમોરિયલ સેન્ટર સુધીનો ફોર-ટ્રૅક રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રતિમા સાથે સરદાર પટેલના એક અખંડ ભારતના સંકલ્પને સાકાર કરતું બાવન રૂમો સાથેનું શ્રેષ્ઠ ભારત ભવન નિર્માણ પામશે.

પ્રતિમાનું સ્ટીલ-સ્ટ્રક્ચરનું કામ ૨૦ સપ્ટેમ્બર સુધીમાં, બ્રૉન્ઝનું કામ ૧૦ ઑક્ટોબર સુધીમાં અને સંપૂર્ણ ફિનિશિંગ ૨૫ ઑક્ટોબર સુધીમાં પૂરું કરવાની દિશામાં ઝડપભેર કામગીરી થઈ રહી છે.

તાજેતરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સ્ટૅચ્યુ ઑફ યુનિટીની પ્રતિમાના સ્થળની મુલાકાત લઈને કામગીરીનુ નિરીક્ષણ કર્યું હતું અને આ પરિસર સાથે બોટિંગ, વૅલી ઑફ ફ્લાવર્સ અને પ્રવાસન સુવિધાઓ વિકસાવવા વિશે વિચારવિમર્શ કર્યો હતો.

વિજય રૂપાણીએ કહ્યું હતું કે અંદાજે ૨૯૮૯ કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ થવાનો છે જેમાં પ્રતિમાના નિર્માણમાં ત્રણ હજાર કામદારો અને ૩૦૦ એન્જિનિયરો સતત કાર્યરત છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK