ગુજરાતમાં BJPને રાજ્યસભાની બે સીટથી કદાચ હાથ ધોવા પડે

ચાર બેઠકમાંથી બે કૉન્ગ્રેસને મળી શકે છે



ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પછી પક્ષવાર વિધાનસભ્યોની સંખ્યાના બદલાયેલા ગણિતમાં BJPને નુકસાન થવાની શક્યતા છે. સમગ્ર દેશનાં રાજ્યોમાં ખાલી પડતી રાજ્યસભાની ૫૮ બેઠકોની ચૂંટણી ૨૩ માર્ચે યોજાશે. એ ૫૮ બેઠકોમાંથી ચાર બેઠકો BJP શાસિત ગુજરાતની છે.

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જીતેલી બેઠકોની સંખ્યા ધ્યાનમાં લેતાં BJP અને કૉન્ગ્રેસ બન્નેને રાજ્યસભાની બબ્બે બેઠકો પ્રાપ્ત થવાનો અંદાજ રાખવામાં આવે છે, કારણ કે વિધાનસભામાં ૨૦૧૨માં BJPને ૧૧૫ બેઠકો મળી હતી. એ સંખ્યા ૨૦૧૭માં ઘટીને ૯૯ પર પહોંચી હતી. બીજી બાજુ વિધાનસભામાં કૉન્ગ્રેસની સભ્યસંખ્યા ૬૦થી વધીને ૭૭ પર પહોંચી હતી.

આ ઉપરાંત BJP માટે ઉમેદવારોની પસંદગી મૂંઝવણનો વિષય બનશે. હાલમાં રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ચાર સંસદસભ્યોમાંથી ત્રણ કેન્દ્રના પ્રધાન છે. એ ચારમાંથી અરુણ જેટલી, પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા કેન્દ્રના પ્રધાનપદે છે અને ચોથા સંસદસભ્ય શંકર વેગડ OBC નેતા છે. BJPમાં રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે

૨૦૧૭ની ચૂંટણીનાં પરિણામો મુજબ ગુજરાત વિધાનસભામાં  BJPના ૯૯ અને કૉન્ગ્રેસના ૭૭ સભ્યો છે. રાજ્યસભાની ચૂંટણીના નિયમો પ્રમાણે એક ઉમેદવારને જીતવા માટે ૩૮ વોટની જરૂર પડે છે. એ સંજોગોમાં BJP અને કૉન્ગ્રેસ બન્નેને બબ્બે બેઠકો મળવાની શક્યતા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK