નવરાત્રિ વેકેશનના વિરોધમાં ગરબા

નોરતાંમાં સ્કૂલ-કૉલેજો બંધ રાખવાના વિરોધમાં કૉન્ગ્રેસીઓ રાજકોટની કલેક્ટર ઑફિસમાં દોઢ કલાક રાસ રમ્યા અને અધિકારીઓને પણ પરાણે રમવા બોલાવ્યા

garba

ગુજરાત સરકારે નવરાત્રિ વેકેશનની જાહેરાત કરી એનો જબરદસ્ત ઊહાપોહ શરૂ થયો છે. ગુજરાતની લગભગ ૬૦ ટકા સ્કૂલો આ વેકેશનનો વિરોધ ઑફિશ્યલ નોંધાવી ચૂકી હોવા છતાં નવરાત્રિના વેકેશનના નિર્ણય પર સરકાર અકબંધ રહી એટલે ગઈ કાલે ગુજરાત કૉન્ગ્રેસે આ નવરાત્રિ વેકેશનનો નવતર વિરોધ કર્યો હતો અને ગરબાની તરફેણમાં પાડવામાં આવેલા આ વેકેશનના વિરોધમાં ગુજરાતની આઠ કલેક્ટર ઑફિસમાં ગરબા રમ્યા હતા.

મજાની વાત એ છે કે આ ગરબામાં જિલ્લાના કલેક્ટરને પણ લેવા જવા માટે ઢોલી મોકલવામાં આવ્યો હતો અને બીજા અધિકારીઓને પણ આગ્રહપૂર્વક ગરબામાં જોડવામાં આવ્યા હતા. કયા વિસ્તારના સરકારી અધિકારી કૉન્ગ્રેસીઓ સાથે ગરબા રમ્યા એની તપાસના આદેશ ગાંધીનગરથી આવતાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગરમાં કલેક્ટર ઑફિસના કર્મચારીઓ ગરબામાં જોડાયા હોવાથી એવી પરિસ્થિતિ થઈ હતી કે તે લોકો ફોટોગ્રાફ્સમાં દેખાઈ ન આવે એ માટે ગઈ કાલે ચાર વાગ્યાથી બધા મીડિયાવાળાને ફોન કરતા થઈ ગયા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK