સુપ્રીમ કોર્ટ ભલે કહે, પદ્માવત રિલીઝ નહીં થવા દઈએ

ગુજરાતના રાજપૂતોની રાજકોટમાં રૅલી : ટાયરો સળગાવીને હાઇવે બંધ કરી દીધો અને કહ્યું...

padmavat

રશ્મિન શાહ

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ પર એક પણ રાજ્ય દ્વારા બૅન મૂકી ન શકાય એવા સુપ્રીમ કોર્ટના આદેશ પછી ગઈ કાલે ગુજરાતમાં ક્ષત્રિય સમાજના યુવાનો રસ્તા પર આવી ગયા હતા અને કોઈ પણ ભોગે તેઓ ફિલ્મ રિલીઝ નહીં થવા દે એવા હુંકાર સાથે રાજકોટ શહેરમાં રૅલી કાઢી હતી. એ જ રૅલીના સ્વરૂપમાં બધા યુવાનોએ રાજકોટની સાથે જોડાયેલા ચાર હાઇવે પર જઈને ત્યાં ટાયરો સળગાવીને હાઇવે બંધ કરી દીધા હતા. સળગતાં ટાયરોને લીધે અમદાવાદ અને જામનગર હાઇવે દોઢ કલાક સુધી બંધ થઈ ગયો હતો.

ગુજરાત રાજપૂત સંગઠન સેના અને કરણી સેનાની ગુજરાત પાંખના યુવાનો દ્વારા શરૂ કરવામાં આવેલો આ વિરોધ આજથી હવે દરરોજ ચાલુ રાખવામાં આવશે અને ફિલ્મ રિલીઝ ન થાય એ માટે પ્રદર્શન કરતા રહેશે. જોકે હવે ગુજરાત સરકારે નક્કી કરી લીધું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી ગુજરાતમાં ‘પદ્માવત’ રિલીઝ કરવા દેવામાં આવશે અને જરૂર લાગશે તો થિયેટરો પર પોલીસ-પ્રોટેક્શન પણ મૂકવામાં આવશે.

કચ્છમાં થિયેટર-માલિકો ફિલ્મ રિલીઝ નહીં કરે


ગઈ કાલે સાંજે કચ્છમાં પણ વિરોધ શરૂ થયો હતો, જેને જોઈને કચ્છના થિયેટર-માલિકોએ હાલ પૂરતો એવો નિર્ણય લીધો છે કે ‘પદ્માવત’ માટે તેઓ પોતાનું થિયેટર નહીં આપે. કચ્છના એક થિયેટર-માલિકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જો બબાલ થાય અને થિયેટરમાં તોડફોડ થાય તો નુકસાન અમારે સહન કરવું પડે. એનાથી સંજય લીલા ભણસાલીને કંઈ લાગતુંવગળતું નથી એટલે અમે એવું જોખમ લેવા નથી માગતા.’

પદ્માવતની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની વધુ એક કોશિશ નિષ્ફળ


સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ પચીસ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે એ પહેલાં એના પર પ્રતિબંધ મૂકવાની વધુ એક કોશિશને સુપ્રીમ કોર્ટે નિષ્ફળ બનાવી છે. ‘પદ્માવત’ના વિરોધમાં મનોહરલાલ શર્મા નામના એક વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે ફિલ્મને રિલીઝ કરવા માટે સેન્સર બોર્ડે ગેરકાયદે રીતે સર્ટિફિકેટ ઇશ્યુ કર્યું હતું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વમાં ત્રણ જજોની બેન્ચે કહ્યું હતું કે સેન્સર બોર્ડની મંજૂરી બાદ રાજ્યો ફિલ્મ ‘પદ્માવત’ની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકી શકે નહીં.

જોકે આટલું થવા છતાં રાજપૂતોની કરણી સેનાના વલણમાં કોઈ ફરક પડ્યો નથી. કરણી સેનાએ જણાવ્યું છે કે એ આ આદેશ વિરુદ્ધ કોર્ટની ડબલ બેન્ચમાં અપીલ કરીને ફિલ્મ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવાની માગણી કરશે.

padmavat1

મહાકાલ સેનાની ગુજરાત સરકારને ખુલ્લી ધમકી

શૈલેષ નાયક

‘પદ્માવત’ ફિલ્મને લઈને ગઈ કાલે અમદાવાદમાં મહાકાલ સેનાના સંસ્થાપક સંજયસિંહ રાઠોડે પ્રેસ-કૉન્ફરન્સમાં ગુજરાત સરકારને ખુલ્લી ધમકી આપીને કહ્યું હતું કે ‘ગુજરાતમાં ફિલ્મ રિલીઝ ન કરતા, નહીં તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સરકાર સાચવી શકશે નહીં. આ અમારી ખુલ્લી ધમકી છે, કારણ કે આ અમારી અસ્મિતાની વાત છે.’

બીજું શું-શું કહ્યું?

ગુજરાતના યુવાનોએ અમને કહી દીધું છે કે અમે તમારા કહેવામાં નથી; પણ અમે યુવાનોને વિનંતી કરી છે કે સરકારી સંપત્તિને નુકસાન ન કરતા, નિર્દોષ વ્યક્તિઓને હેરાન ન કરતા.

અમે હિંસા કરવા માગતા નથી, પણ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને સરકાર શું કરવા માગે છે? એ બધા ચેસ રમવા માગતા હોય તો અમે વઝીર છીએ. સ્મૃતિ ઈરાની, તમે ક્ષત્રિયાણીઓ માટે ગેમ રમવા ગયા છો; પણ ગુજરાતની નારીઓ તમને છોડશે નહીં.

વિજય રૂપાણી અને નીતિન પટેલ, તમે જીતી ગયા છો; પણ ૨૦૧૯ આવે છે. અમે ચલાવી નહીં લઈએ. વોટ માગવા ન આવશો.

વડા પ્રધાન ભીષ્મ પિતામહ બનીને જોઈ રહ્યા છે. તેમને વિનંતી છે કે ફિલ્મ પર પ્રતિબંધ લગાવો. ઝડપથી નિર્ણય કરો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK