કુંવરજી બાવળિયાના મુદ્દે હવે કોળી સમાજ નારાજ

વિરોધ પક્ષના નેતા પદે નિમણૂક ન થતાં આવતી કાલે અમદાવાદમાં સમાજની બેઠક

kunvarji

ગુજરાતની BJP સરકારના પ્રધાન પરષોત્તમ સોલંકીની નારાજગીનો મામલો માંડ શાંત પડ્યો છે ત્યારે હવે કૉન્ગ્રેસ સામે કોળી સમાજ મેદાનમાં ઊતર્યો છે. કૉન્ગ્રેસના સિનિયર વિધાનસભ્ય કુંવરજી બાવળિયાને પક્ષે વિરોધ પક્ષના નેતા નહીં બનાવવામાં આવતાં કોળી સમાજ નારાજ થયો છે અને આવતી કાલે અમદાવાદમાં સમાજની બેઠક મળશે જેમાં પૉલિટિકલ પાર્ટીઓ સમાજનો દુરુપયોગ કરી હકથી વંચિત રાખે છે એ વિશે મનોમંથન કરશે.

અખિલ ભારતીય કોળી સમાજની બેઠકમાં જુદાં-જુદાં ૧૫ રાજ્યોના કોળી સમાજના પ્રમુખો ભાગ લેશે. અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દર વખતે રાજકીય પક્ષો કોળી સમાજનો ઉપયોગ કરે છે, પરંતુ પદ આપવા માટે અમારા સમાજને ઇગ્નૉર કરે છે. કુંવરજીભાઈ બાવળિયા વિરોધ પક્ષના નેતા તરીકે એલિજિબલ છે, સિનિયર છે, વિરોધ પક્ષના નેતા તરીકે લાયકાત ધરાવે છે, પણ સાચી વ્યક્તિની અવગણના કરવામાં આવી છે. પરેશ ધાનાણીનો વિરોધ નથી કરતા, પણ કુંવરજીભાઈ સિનિયર છે એ કૉન્ગ્રેસે વિચારવા જેવું હતું. કૉન્ગ્રેસે તેમને અન્યાય કર્યો છે. ગુજરાતમાં કોળી સમાજની ૨૪ ટકા વસ્તી છે ત્યારે પૉલિટિકલ પાર્ટીઓ સમાજનો દુરુપયોગ કરી હકથી વંચિત રાખે છે એ બાબતે મનોમંથન કરીશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK