ગુજરાતમાં જોઈએ એટલો દારૂ મળે છે

બે વર્ષમાં પકડાયો ૧૪૭.૭૮ કરોડ રૂપિયાનો દારૂ


ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે છેલ્લાં બે વર્ષમાં ૧૪૭.૭૮ કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો છે. ગઈ કાલે ખુદ ગુજરાત સરકારે વિગતો જાહેર કરી હતી કે ૩,૧૩,૬૪૨ લીટર દેશી દારૂ, ૯૦,૨૨,૪૦૮ બૉટલ વિદેશી દારૂ અને ૨૦,૨૯,૯૦૮ બૉટલ બિયર પકડાયો છે.

ગુજરાત વિધાનસભામાં કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ લેખિતમાં પૂછેલા પ્રશ્નોના જવાબમાં આ વિગતો બહાર આવી હતી. કૉન્ગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાની વાતો કરતી BJP સરકારના રાજમાં રોજ દારૂ ભરેલાં ૧૧ કરતાં વધુ વાહનો પકડાય છે.

ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી છેલ્લાં બે વર્ષમાં દારૂ ભરેલાં ૧૬,૦૩૩ વાહનો પકડાયાં છે. આ વાહનોમાંથી ૩,૧૩,૬૪૨ લીટર દેશી દારૂ, ૯૦,૨૨,૪૦૮ બૉટલ વિદેશી દારૂ અને ૨૦,૨૯,૯૦૮ બૉટલ બિયર પકડાયો છે. આ પકડાયેલા દારૂની કિંમત ૧,૪૭,૭૮,૭૦,૬૧૪ રૂપિયા થાય છે.

અમદાવાદ અને અરવલ્લી જિલ્લામાંથી ૯,૬૫,૧૮૦ રૂપિયાનો ૪૮,૨૫૯ લીટર દેશી દારૂ, ૨૪,૨૯,૭૨,૬૬૪ રૂપિયાની કિંમતનો ૧૦,૪૪,૭૨૪ બૉટલ વિદેશી દારૂ અને ૨,૦૩,૨૬,૧૬૬ રૂપિયાની કિંમતની ૧,૯૫,૦૯૩ બૉટલ બિયરની ઝડપાઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK