અમારે યુવાનોને ન્યુ-એજ વોટર નહીં, ન્યુ-એજ પાવર બનાવવા છે

અમદાવાદમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્ટુડન્ટ્સને આપ્યાં નમો ઈ-ટૅબ: માત્ર એક હજારની ટોકન કિંમતે સ્ટુડન્ટ્સને ટૅબ આપવાનું શરૂ કરવામાં આવ્યું

rupani

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગઈ કાલે અમદાવાદમાં સ્ટુડન્ટ્સને માત્ર એક હજાર રૂપિયાની ટોકન કિંમતે નમો ઈ-ટૅબ આપીને ગુજરાત સરકારની આ યોજનાનું વિતરણકાર્ય શરૂ કરાવીને કહ્યું હતું કે અમારે યુવાનોને ન્યુ-એજ વોટર નહીં, ન્યુ-એજ પાવર બનાવવા છે.

ગુજરાત સરકારની યુવા શિક્ષણલક્ષી યોજના મુજબ કૉલેજ અને ઇજનેરી પૉલિટેક્નિકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર સ્ટુડન્ટ્સ માટે એક હજાર રૂપિયાની ટોકન કિંમતે નમો ઈ-ટૅબ ન્યુ ઍવન્યુઝ ઑફ મૉડર્ન એજ્યુકેશન થ્રૂ ટૅબ્લેટ કેટલાક સ્ટુડન્ટ્સને આપીને વિતરણનો રાજ્યવ્યાપી પ્રારંભ અમદાવાદમાંથી કરાવ્યો હતો. આ પ્રસંગે વિજય રૂપાણીએ ઉપસ્થિત સ્ટુડન્ટ્સ અને શિક્ષણજગતના તજ્જ્ઞો તેમ જ આમંત્રિતોને સંબોધતાં કહ્યું હતું કે એકવીસમી સદીના જ્ઞાન–વિજ્ઞાનના યુગમાં ગુજરાતની યુવાશક્તિ વિશ્વની બરાબરી કરી શકે એ માટે શિક્ષણમાં આધુનિક ઉપકરણના વિનિયોગનો નવતર અભિગમ સરકારે અપનાવ્યો છે. ગુજરાતના મધ્યમવર્ગી પરિવારોનાં સંતાનોને તેમના હાથમાં વિશ્વના પ્રવાહોની જ્ઞાનસંપદા આપવાની તક આ સરકારે આ ટૅબ્લેટ યોજનાથી સાકાર કરી છે. માર્ચ-એપ્રિલ ૨૦૧૭માં દસમા અને બારમા ધોરણની પરીક્ષામાં પાસ થઈ કૉલેજ–પૉલિટેક્નિકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા સાડાત્રણ લાખ યુવાનોને માત્ર એક હજાર રૂપિયાની ટોકન કિંમતે આ ટૅબ્લેટ આપવા માટે સરકારે બજેટમાં ૨૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

rupani1

આ તબક્કે વિજય રૂપાણીએ કહ્યું હતું કે ‘અમે ચૂંટણીઓ આવે એટલે ખોટા વાયદા–વાતો કરનારા નથી. અમે તો રાજ્યની યુવા શક્તિને ડેમોગ્રાફિક ડિવિડન્ડને અવસર–તક આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ન્યુ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા પ્રતિબદ્ધ છીએ.’

આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રધાનમંડળના સભ્યો વલ્લભ કાકડિયા, જયદ્રથસિંહ પરમાર સહિત અધિકારીઓ, વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ, પ્રોફેસરો અને સ્ટુડન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy