કચ્છમાં BJPના ગઢમાં કાંગરા ખરવાના શરૂ થયા

રાપરની સીટ કૉન્ગ્રેસે BJP પાસેથી આંચકી, છ સીટમાંથી ચાર BJPને અને બે કૉન્ગ્રેસને મળી, કૉન્ગ્રેસના સિનિયર લીડર શક્તિસિંહ ગોહિલ માંડવીથી હારી ગયા

kucth


ઉત્સવ વૈદ્ય

સરહદી જિલ્લા કચ્છની છમાંથી ચાર બેઠકો પર BJPના ઉમેદવારોનો જ્યારે બે બેઠક પર કૉન્ગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે. જોકે ચોક્કસપણે BJPનો ગઢ મનાતા કચ્છમાં એના કાંગરા ખરવા શરૂ થયા છે જે આગામી લોકસભાની ચૂંટણી માટે સૂચક બની રહેશે.

કૉન્ગ્રેસે રાપર વિધાનસભાની બેઠક જીતી લઈને ગઈ વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ બે બેઠકો જીતી લઈ અપસેટ સરજ્યો છે. જોકે માંડવી વિધાનસભા વિસ્તારની બેઠક પર ઊભેલા કૉન્ગ્રેસના રાષ્ટ્રીય સ્તરના નેતા શક્તિસિંહ ગોહિલનો પરાજય થતાં કૉન્ગ્રેસને આંચકો લાગ્યો છે.

પ્રારંભિક મતગણતરી દરમ્યાન એક તબક્કે કૉન્ગ્રેસ ગુજરાતમાં BJP કરતાં પણ વધુ બેઠકો મેળવી રહી હોવાનું જણાતાં મતગણતરીના સ્થળે સોપો પડી ગયો હતો. એક તબક્કે ભુજનાં BJPનાં ઉમેદવાર ડૉ. નીમા આચાર્ય હારી ગયાં હોવાના સંદેશાઓ પણ વહેતા થયા હતા, પણ ધીમે-ધીમે બાજી પલટાવા માંડી હતી અને ભુજની બેઠક પર ડૉ. નીમાબહેનને સરસાઈ મળી હતી. બપોર સુધીમાં પરિણામોની રૂખ સ્પષ્ટ થવા લાગી હતી, પણ ફટાકડા ક્યારે ફોડવા તે કાર્યકરોને માટે મૂંઝવણનો પ્રશ્ન બની ગયો હતો.

કચ્છમાં નોટાને મળ્યા ૨૧,૩૧૦ વોટ


કચ્છની છ વિધાનસભા બેઠકો પર ૨૧,૦૦૦થી વધુ મત નોટામાં પડ્યા છે. આ મતો ઓછામાં ઓછા બે વિજેતા ઉમેદવારોની સરસાઈ કવર કરી જાય છે. સતાવાર વિગતો પ્રમાણે ૨૧,૩૧૦ જેટલા લોકોએ ઊભેલા ઉમેદવારોમાંથી કોઈ પસંદ કરવાને લાયક ન હોવાનું માન્યું છે. રાપર બેઠક પર ૪૬૧૪, અબડાસામાં ૩૨૫૧, અંજારમાં ૩૬૦૧, ભુજમાં ૪૫૮૧, ગાંધીધામમાં ૩૫૭૮ અને માંડવીમાં ૧૬૮૫ જેટલા મત નોટામાં ગયા છે.

કચ્છની છ વિધાનસભા બેઠકોનાં પરિણામો

અબડાસા


પ્રણાલીગત રીતે કૉન્ગ્રેસની મનાતી અબડાસાની બેઠક પર કૉન્ગ્રેસના ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજાનો ૯૭૪૬ મતથી વિજય થયો છે. તેમને કુલ ૭૩,૩૧૨ મત મળ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી BJPના છબીલદાસ પટેલને ૬૩,૫૬૬ મત મળ્યા હતા. ૩૨૫૧ મત નોટામાં પડ્યા હતા.

અંજાર


અંજારની બેઠક પર BJPના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય વાસણ આહીરનો ૧૧,૩૧૩ મતથી વિજય થયો છે. તેમને કુલ ૭૫,૩૩૧ મત મળ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કૉન્ગ્રેસના વી. કે. હુંબલને ૬૪,૦૧૮ મત મળ્યા હતા. ૩૬૦૧ મત નોટામાં પડ્યા હતા.

ગાંધીધામ

ગાંધીધામની બેઠક પર BJPનાં મહિલા ઉમેદવાર માલતી મહેશ્વરીનો ૨૦,૨૭૦ મતથી વિજય થયો છે. તેમને કુલ ૭૯,૭૧૩ મત મળ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કૉન્ગ્રેસ પક્ષના કિશોર પિંગોલને ૫૯,૪૪૩ મત મળ્યા હતા. ૩૫૭૮ મત નોટામાં પડ્યા હતા.

ભુજ

ભુજની બેઠક પર BJPનાં મહિલા ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય ડૉ. નીમા આચાર્યનો ૧૪,૦૨૨ મતથી વિજય થયો છે. તેમને કુલ ૮૬,૫૩૨ મતો મળ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કૉન્ગ્રેસના આદમ ચાકીને ૭૨,૫૧૦ મત મળ્યા હતા. ૪૫૮૧ મત નોટામાં પડ્યા હતા.

માંડવી

માંડવીની બેઠક પર BJPના ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજાનો ૯૦૪૬ મતથી વિજય થયો છે. તેમને કુલ ૭૯,૪૬૯ મત મળ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કૉન્ગ્રેસના શક્તિસિંહ ગોહિલને ૭૦,૪૨૩ મતો મળ્યા હતા. ૧૬૮૫ મત નોટામાં પડ્યા હતા.

રાપર

રાપરની એકમાત્ર બેઠક કૉન્ગ્રેસે વટભેર BJP પાસેથી આંચકી લીધી છે. રાપરની બેઠક પર કૉન્ગ્રેસનાં મહિલા ઉમેદવાર સંતોકબહેન અરેઠિયાનો ૧૫,૨૦૯ મતથી વિજય થયો છે. તેમને કુલ ૬૩,૮૧૪ મત મળ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી BJPના વર્તમાન ધારાસભ્ય પંકજ મહેતાને ૪૮,૬૦૯ મત મળ્યા હતા. ૪૬૧૪ મત નોટામાં પડ્યા હતા.

ભુજમાં EVMનાં સીલ તૂટેલાં નીકળ્યાં

ભુજ વિધાનસભા બેઠકની મતગણતરી શરૂ થતાં પહેલાં ર૩ જેટલાં EVMનાં સીલ તૂટેલાં જણાતાં ભુજ બેઠક પરના કૉન્ગ્રેસના ઉમેદવાર આદમ ચાકીએ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી. આ EVMને લઈને જિલ્લાના મુખ્ય ચૂંટણી-અધિકારી તેમ જ ઑબ્ઝર્વરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ભુજની બેઠકમાં કુલ ર૯૩ EVMમાંથી ર૩ EVMમાં વાઇટ પટ્ટીથી સીલ મારવામાં આવ્યાં નહોતાં. આ સંદર્ભે ચૂંટણી-અધિકારી આર. જે. જાડેજાએ જણાવ્યું હતું કે ‘વાઇટ પટ્ટીથી સીલ લગાડવું ફરજિયાત નથી. બાકી જે મુખ્ય સીલિંગની કાર્યવાહી કરવાની હોય એ યોગ્ય રીતે જ કરવામાં આવી હતી તેથી આ ફરિયાદ કાઢી નખાઈ હતી. આ વિવાદ બાદ થોડા સમય માટે મતગણતરી રોકાયા બાદ ફરી મતગણતરી શરૂથઈ હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK