BJPને હાર્દિક પટેલ નડ્યો કૉન્ગ્રેસને મણિશંકર અય્યર

જોકે બીજા તબક્કામાં ચૂંટણીપ્રચારમાં કૉન્ગ્રેસના મણિશંકર અય્યરે બોલેલા ‘નીચ’ શબ્દને પોતાના ફાયદામાં કરવાનો BJPને મોકો મળી ગયો.

hardeik1

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં BJPને માત્ર ૯૯ સીટો મળી છે એના માટે પહેલા તબક્કાના મતદાન વખતે હાર્દિક પટેલ ફૅક્ટર નડી ગયું છે. પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં થયેલા મતદાન વખતે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં BJPને માર પડ્યો છે અને ૨૦૧૨માં એને સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩૫ બેઠકો મળી હતી એના બદલે માત્ર બાવીસ બેઠકો પર સંતોષ માનવો પડ્યો છે. અહી કૉન્ગ્રેસને ૨૦૧૨માં ૧૬ની સરખામણીમાં ૩૧ સીટો મળી હતી, પરિણામે BJP સદી ફટકારી શકી નથી. દક્ષિણ ગુજરાતમાં ૨૦૧૨ની ૨૮ની સરખામણીમાં BJPને ૨૬ સીટો મળી છે. કૉન્ગ્રેસને ૬ની સરખામણીમાં ૮ બેઠક મળી છે.

આ તબક્કો પૂરો થયા બાદ નરેન્દ્ર મોદી માટે કૉન્ગ્રેસના મણિશંકર અય્યરે ‘નીચ’ શબ્દનો ઉપયોગ કર્યો અને તેમના ઘરે પાકિસ્તાની હાઈ કમિશનરની બેઠક થઈ એ મુદ્દો BJPએ ઉઠાવ્યો અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનો ચૂંટણીપ્રચારમાં બખૂબી ઉપયોગ કર્યો. વળી અહમદ પટેલને પાકિસ્તાન ગુજરાતમાં મુખ્ય પ્રધાન બનાવવા માગે છે એવો મુદ્દો રજૂ કર્યો. આવા પ્રચાર સામે કૉન્ગ્રેસ બૅકફુટ પર આવી ગઈ અને એનો ફાયદો BJPએ લઈ લીધો.

aiyar

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ગુજરાતમાં BJPએ બની શકે એટલી સીટો જાળવી રાખી છે. જોકે ક્યાંક એણે સીટો ગુમાવી છે તો સામા પક્ષે કૉન્ગ્રેસની સીટો આંચકીને સરવાળો સરભર કરી દીધો છે. મધ્ય ગુજરાતમાં BJPને ૩૭, કૉન્ગ્રેસને બાવીસ અને અન્યના ફાળે બે સીટો આવી છે જે ૨૦૧૨ની ટૅલી મુજબ જ છે. ઉત્તર ગુજરાતમાં BJPને ૨૦૧૨ની સરખામણીમાં ૧૫ની જગ્યાએ ૧૪ સીટ મળી છે. કૉન્ગ્રેસને ૨૦૧૨ની ૧૭ની સરખામણીમાં ૧૬ સીટ મળી છે. આમ બીજા તબક્કામાં થયેલા મતદાનમાં BJPને ફાયદો થતાં એને સત્તા જાળવી રાખવામાં સફળતા મળી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK