Gujarat : BJPનું અનોખું ઇન્વિટેશન કાર્ડ

ગુજરાતમાં પાકેલી કપાતર કૉન્ગ્રેસના વિદાય-સમારંભમાં જરૂરથી પધારજો, એકેએક ગુજરાતી સુધી આ પત્રિકા પહોંચાડવા માટે વીસ હજાર લોકોને બેસાડી દેવામાં આવ્યા છે


bjp invitation


રશ્મિન શાહ

ગુજરાત વિધાનસભાના ફસ્ર્ટ ફેઝનું કૅમ્પેન આજે પૂરું થશે અને શનિવારે અને માટેનું વોટિંગ થશે, જ્યારે સેકન્ડ ફેઝનું કૅમ્પેન મંગળવારે બંધ થશે અને વોટિંગ ગુરુવારે કરવામાં આવશે. મતગણતરી ૧૮ ડિસેમ્બરે થશે. આ મતગણતરીના દિવસે શું રિઝલ્ટ આવશે એની અત્યારથી જ કલ્પના કરીને BJPએ એક ઇન્વિટેશન-કાર્ડ બનાવ્યું છે જે વાઇરલ કરવામાં આવશે અને એ ગુજરાતમાં રજિસ્ટર હોય એ તમામ મોબાઇલ સુધી પહોંચતું કરવામાં આવશે. આ ઇન્વિટેશન-કાર્ડને કૉન્ગ્રેસ વિદાયમાન કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું છે. આ કાર્ડની પરિકલ્પના બીજા કોઈની નહીં પણ કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાની હતી અને તેમણે આ આઇડિયા ગુજરાત BJPને આપ્યો અને ગુજરાત BJPએ આ ઇન્વિટેશન-કાર્ડ ડિઝાઇન કર્યું. ગુજરાતમાં અત્યારે અંદાજે સવાબે કરોડ મોબાઇલ છે. એ તમામ મોબાઇલ સુધી આ ઇન્વિટેશન-કાર્ડ પહોંચે એ માટે BJPએ વીસ હજાર લોકોને કામે લગાડી દીધા છે અને આ કામ આજ સવારથી શરૂ પણ થઈ ગયું છે.

લગ્નપત્રિકામાં પરિવારનાં બાળકોનો ટહુકો લખવામાં આવતો હોય છે. આ કાર્ડમાં પણ ટહુકો લખવામાં આવ્યો છે અને એ ટહુકામાં વિકાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy