સીક્રેટ સૅન્ટા મોદી આજે ગુજરાતને કયા નવા નેતાની ગિફ્ટ આપશે?

આજે જાહેર થશે ગુજરાતના ચીફ મિનિસ્ટરનું નામ

modi

શૈલેષ નાયક

સ્પષ્ટ બહુમતી મેળવીને ગુજરાતમાં સતત છઠ્ઠી વખત સત્તાનાં સૂત્રો હાંસલ કરનાર BJPના ૯૯ વિધાનસભ્યો આજે તેમના નવા નેતાની પસંદગી કરશે. ગુજરાતના નાથનો તાજ કોના શિરે મૂકવામાં આવે છે એ જાણવા માટે ગુજરાત ઉપરાંત સમગ્ર દેશની નજર ગુજરાત પર મંડાઈ છે ત્યારે આજે મળનારી વિધાનસભ્યોની બેઠકમાં ગુજરાતના નવા મુખ્ય પ્રધાનની પસંદગી થશે.

ગુજરાત BJPના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણીએ ગઈ કાલે માહિતી આપતાં મિડિયાને કહ્યું હતું કે ‘કેન્દ્રીય નિરીક્ષક અરુણ જેટલી અને સરોજ પાંડે ઉપરાંત સંગઠન પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિતના નેતાઓની હાજરીમાં આજે કોબામાં આવેલા ગુજરાત BJPના મુખ્ય કાર્યાલયમાં બપોરે નેતાની પસંદગી કરવા માટે વિધાનસભ્યોની બેઠક મળશે. નિરીક્ષકો વિધાનસભ્યો સાથે બેઠકમાં નવા નેતાની પસંદગી માટે ચર્ચા કરી તેમનો મત જાણશે અને નવા નેતાની પસંદગી કરશે.’

ઉલ્લેખનીય છે કે ગુજરાતની તેરમી વિધાનસભાનું વિસર્જન થતાં ગઈ કાલે વિજય રૂપાણી અને પ્રધાનમંડળના સભ્યોએ રાજ્યપાલ ઓ. પી. કોહલીને મળીને પોતાનાં રાજીનામાં સોંપ્યાં હતાં. જોકે નવી સરકાર ન રચાય ત્યાં સુધી વિજય રૂપાણી ગુજરાતના કાર્યકારી મુખ્ય પ્રધાન તરીકે રહેશે.

નરેન્દ્ર મોદી સરપ્રાઇઝ આપવા માટે જાણીતા છે

ગુજરાતના નવા મુખ્ય પ્રધાન તરીકે અનેક નામો રેસમાં છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરપ્રાઇઝ આપવા માટે જાણીતા છે માટે કદાચ એવું પણ બને કે ગુજરાતના નવા મુખ્ય પ્રધાન તરીકે કોઈ નવો ચહેરો પણ આવી શકે.

ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે પાંચ-છ જેટલાં નામોની અટકળો છેલ્લા કેટલાક દિવસોથી ચાલી છે ત્યારે હવે વિધાનસભાના અધ્યક્ષ તરીકે BJPના સિનિયર નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ ચર્ચામાં આવ્યું છે. આ ઉપરાંત બે ડેપ્યુટી મુખ્ય પ્રધાન રાખવામાં આવશે એવી પણ અટકળો ઊઠી છે અને એમાં આદિવાસી સમાજમાંથી આવતા ગણપતસિંહ વસાવાનું નામ ચર્ચામાં છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK