આ બે ઉમેદવારોની હાર તો ખુદ મોદીને પણ નથી ગમી

જૂનાગઢમાં મહેન્દ્ર મશરૂ અને ધારીમાં દિલીપ સંઘાણી હાર્યા એ જાણ્યા પછી વડા પ્રધાને તેમને પર્સનલી ફોન પણ કર્યો

dilip

રશ્મિન શાહ

ગુજરાત વિધાનસભાનાં ગઈ કાલે આવેલાં રિઝલ્ટમાં BJPના અનેક પ્રધાનો અને નેતાઓ હાર્યા, પણ એ બધાનો BJPના બાદશાહ નરેન્દ્ર મોદીને કોઈ રંજ નથી, પણ BJPના બે ઉમેદવારોની હારથી તેમને ઝાટકો વાગ્યો અને તેમની હાર તો તેમને પણ ગમી નથી. મોદીના જે બે ફેવરિટ નેતાઓ હાર્યા એમાં એક તો જૂનાગઢના BJPના ઉમેદવાર અને છેલ્લી ૬ ટર્મથી એકધારા જીતતા આવેલા મહેન્દ્ર મશરૂ અને અમરેલી જિલ્લાની ધારી બેઠકના દિલીપ સંઘાણીનો સમાવેશ છે. મશરૂ અને સંઘાણીની હારની ખબર પડ્યા પછી નરેન્દ્ર મોદીએ એ બન્નેને ફોન કર્યો અને તેમની સાથે વાતો પણ કરી હતી. મહેન્દ્રભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમને ઝાટકો વાગ્યો કે આવું કેમ બને? આવું તો ચાલ્યા કરે. મેં પણ તેમને એ જ કીધું કે કામ કરવાનું છે અને એ તો ચાલુ જ રહેશે.’

મશરૂ અને સંઘાણીને નરેન્દ્ર મોદી હવે સંગઠનના કામે લગાડી દેશે એ વાત પણ નક્કી છે. એક શક્યતા એ પણ છે કે આ બન્ને નેતાઓ પાસે BJP આગામી લોકસભાની તૈયારી પણ શરૂ કરાવી દે.

કોણ છે આ મશરૂ?

છેલ્લી ૬ ટર્મથી BJPમાં જીતતા આવતા મહેન્દ્ર મશરૂએ આજ સુધીમાં વિધાનસભ્ય તરીકેનો પગાર લીધો નથી અને તેમણે લેખિતમાં પણ આપી દીધું છે કે હું નિવૃત્તિ પછી પેન્શન પણ લેવાનો નથી. મહેન્દ્ર મશરૂને જૂનાગઢમાં સૌકોઈ ઓલિયો-આત્મા કહે છે. સમાજસેવામાં પારિવારિક નડતર ન આવે એવા હેતુથી તેમણે મૅરેજ પણ નથી કર્યાં. મહેન્દ્ર મશરૂની કામગીરી અને તેમની દરિયાદિલી નરેન્દ્ર મોદીને ખૂબ ગમે છે એટલે તેઓ તેમની સાથે પર્સનલી સંબંધો રાખે છે. મહેન્દ્ર મશરૂ જૂનાગઢ જવા માટે STની બસનો ઉપયોગ કરે છે. ૨૦૧૨થી ૨૦૧૭માં મહેન્દ્રભાઈની સંપત્તિમાં ફક્ત સવા લાખ રૂપિયાનો વધારો થયો છે.

કોણ છે આ સંઘાણી?


નરેન્દ્ર મોદીના અંગત મિત્રોની યાદી બહુ નાની છે, પણ એમાં દિલીપ સંઘાણીનું નામ ટોચ પર છે. અમરેલીના સંસભ્ય પરષોત્તમ રૂપાલાના પણ તેઓ નાનપણના ભાઈબંધ છે. ૨૦૦૭ની વિધાનસભાના ઇલેક્શનમાં હાર્યા પછી દિલીપ સંઘાણી સંગઠનના કામે લાગી ગયા હતા. તેમને આ વખતે પણ ઇલેક્શન લડવું નહોતું પણ નરેન્દ્ર મોદીના આગ્રહને વશ થઈ તેઓ ઇલેક્શન લડવા તૈયાર થયા અને પોતાના પ્રતિસ્પર્ધી જે. વી. કાકડિયા સામે ૧૫,૩૩૬ મતથી હારી ગયા.

મોદીના અંગત આ બન્ને ઉમેદવારોને પાટીદાર-ફૅક્ટર ખૂબ ખરાબ રીતે નડી ગયું અને પાટીદાર અનામત આંદોલનને લીધે પાટીદારોના મત તેમને મળ્યા નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK