૫રિણામોથી BJP -કૉન્ગ્રેસ ખુશ, પણ સૌથી વધુ ખુશ હશે આનંદીબહેન પટેલ

શાસક પક્ષને મળી ૯૯ સીટ, કૉન્ગ્રેસને ૮૦ બેઠકો : મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલ, BJPના પ્રદેશપ્રમુખ જિતુ વાઘાણી સહિતના દિગ્ગજો જીત્યા તો શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિતના ટૉપના કૉન્ગ્રેસીઓએ કરવો પડ્યો હારનો સામનો

amit

શૈલેષ નાયક

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સત્તાધારી પક્ષ BJP સામે ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન, OBC આંદોલન, દલિત આંદોલન, ખેડૂતોના આંદોલનની અસર વચ્ચે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ફરી BJPને ગુજરાતનું સુકાન સોંપતાં BJPનો છઠ્ઠી વખત વિજય થયો છે. જોકે BJPએ ગુજરાત સર કર્યું છે, પણ ૨૦૧૨ની સરખામણીમાં એની બેઠકો ઘટી ગઈ છે જ્યારે કૉન્ગ્રેસની બેઠકમાં વધારો થયો છે.

આ પરિણામોથી BJP અને કૉન્ગ્રેસ ખુશ છે કે તેમણે ગઢ બચાવ્યો છે પણ BJPના આંતરિક સૂત્રો એવું કહે છે કે આ પરિણામોથી સૌથી વધુ ખુશ આનંદીબહેન પટેલ છે જેમણે અડધી ટર્મે મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું.

ગુજરાતમાં ગઈ કાલે ૩૭ સ્થળોએ હાથ ધરવામાં આવેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરીમાં દિવસભર ભારે ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા અને રસાકસી વચ્ચે BJPનો પાતળી બહુમતી સાથે વિજય થયો હતો. ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીનાં જાહેર થયેલાં પરિણામોમાં BJPએ ૯૯ બેઠકો પર અને કૉન્ગ્રેસે ૮૦ બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે ત્રણ બેઠકો પર અન્ય પક્ષો તેમ જ અપક્ષનો વિજય થયો હતો. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ગુજરાત BJPના અધ્યક્ષ જિતુ વાઘાણીએ તેમની બેઠક પરથી જીત મેળવી હતી. જ્યારે કૉન્ગ્રેસના શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિતના આગેવાનોએ હારનો સામનો કરવો પડ્યો છે.

ગુજરાતની જનતાએ ૧૯૯૫માં, ૧૯૯૮માં, ૨૦૦૨માં, ૨૦૦૭માં, ૨૦૧૨માં અને ૨૦૧૭માં સતત વિજયની વરમાળા પહેરાવીને નવસર્જન નહીં, પરંતુ પુનરાવર્તન કર્યું છે અને ગુજરાતમાં ફરી એક વાર કમળ ખીલવ્યું છે અને વિકાસના રથ પર મતની મહોર મારીને BJPને જિતાડી છે.

જોકે BJP એના ૧૫૦થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંકને પાર કરવામાં સફળ નથી રહી, કેમ કે પાટીદાર આંદોલન, OBC આંદોલન, દલિત આંદોલન, ખેડૂત આંદોલનની અસર ગુજરાતનાં પરિણામો પર દેખાઈ રહી છે તો રાહુલના પ્રયાસોથી BJP ૧૦૦ના આંકડા સુધી સીમિત રહી ગઈ છે.

BJPએ ૧૫૦થી વધુ સીટો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ BJP ૯૯ બેઠકો પર જીતી શકી છે, જે ૨૦૧૨માં જીતેલી બેઠકો કરતાં ઓછી છે. ૨૦૧૨ની ચૂંટણીમાં BJPનો ૧૧૫ બેઠકો પર વિજય થયો હતો, જ્યારે કૉન્ગ્રેસની બેઠકોમાં ૨૦૧૨ની સરખામણીએ વધારો થયો છે. ૨૦૧૨માં કૉન્ગ્રેસનો ૬૧ બેઠકો પર વિજય થયો હતો જ્યારે આ વખતે કૉન્ગ્રેસનો ૮૦ બેઠકો પર વિજય થયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK