જાગી જવાનો સમય છે આ : મોદી

આ ઉપરાંત મેસેજમાં લખ્યું કે માત્ર રાજી ન થતા, આત્મનિરીક્ષણ પણ આજે જ કરજો

modi

રશ્મિન શાહ

લાંબા સમયના ઇન્તેજાર પછી ગઈ કાલે ગુજરાત વિધાનસભાનું રિઝલ્ટ આવી ગયું અને ગુજરાતમાં BJPએ બહુમતી મેળવી લીધી, પણ આ બહુમતીનો આનંદ ગુજરાતના BJPના નેતાઓ માણે કે પછી એનો આનંદ ઉઠાવે એ પહેલાં જ તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મેસેજ આવી ગયો, જેમાં તેમણે લખ્યું હતું કે ‘માત્ર રાજી નહીં થતાં, આત્મનિરીક્ષણ પણ આજે જ કરજો. જાગી જવાનો સમય છે આ.’

૨૦૧૨માં નરેન્દ્ર મોદીની લીડરશિપમાં ગુજરાતમાં BJP ૧૧૫ બેઠક જીતી હતી, પણ ગઈ કાલે આવેલા રિઝલ્ટમાં BJP સોનો આંકડો પણ પાર કરી ન શકી અને એને માત્ર ૯૯ બેઠક આવી. અંદરખાને એવું પણ સ્પષ્ટ કહેવાય છે કે જો નરેન્દ્ર મોદીએ સેકન્ડ ફેઝના વોટિંગ પહેલાં જાહેર સભાનો મારો ન ચલાવ્યો હોત તો BJPએ ગુજરાત ગુમાવવું પડ્યું હોત. જો એવું બન્યું હોત તો બીજું બધું તો ઠીક ખુદ નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિ પર પણ શંકાઓ શરૂ થઈ ગઈ હોત અને નરેન્દ્ર મોદીની રાજકીય કારર્કિદી પર પણ અનેક પ્રશ્નો ઊઠ્યા હોત. જોકે એવું નથી થયું એ મોદીનાં સદ્નસીબ છે. BJPના સિનિયર નેતા અને એક કેન્દ્રીય પ્રધાને ‘મિડ-ડે’ને ઑફ ધ રેકૉર્ડ કહ્યું હતું કે ‘જાહેરમાં દેખાડવામાં કંઈ પણ આવે, પણ હકીકત તો એ જ છે કે નરેન્દ્ર મોદી આ રિઝલ્ટથી જરાપણ ખુશ નથી અને એનો અણસાર જ નહીં, પૂરેપૂરી ખાતરી ગુજરાત BJPના નેતાઓને પણ છે.’

ગુજરાત BJPનાં રિઝલ્ટ પરથી એ પણ પુરવાર થયું છે કે અમિત શાહની એકલાની આગેવાનીથી પણ ગુજરાત જીતી શકાયું ન હોત. જો નરેન્દ્ર મોદીએ ઍક્ટિવ રોલ ન ભજવ્યો હોત તો BJP હારી હોત એ વાત હવે નિ:સંદેહ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK