કૉન્ગ્રેસે અમદાવાદ શહેર-જિલ્લાની ૩ બેઠકો BJP પાસેથી આંચકી લીધી

જોકે શહેરના પાટીદાર બહુમતવાળા વિસ્તારોમાં BJP મેદાન મારી ગઈ

shaikh

શૈલેષ નાયક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ ૨૧ બેઠકોમાંથી ૧૫ બેઠકો પર BJPનો અને ૬ બેઠકો પર કૉન્ગ્રેસનો વિજય થયો હતો. જોકે કૉન્ગ્રેસે અમદાવાદ શહેરમાં બે બેઠક અને જિલ્લામાંની ૧ બેઠક સાથે કુલ ૩ બેઠકો BJP પાસેથી આંચકી લીધી છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં પાટીદારોની બહુમતીવાળી ૪ બેઠકોમાંથી માત્ર એક બેઠક પર કૉન્ગ્રેસનો અને ૩ બેઠકો પર BJPનો વિજય થયો છે.

અમદાવાદ શહેરની ૧૬ બેઠકોમાંથી BJPનો ૧૨ બેઠકો પર અને કૉન્ગ્રેસનો ૪ બેઠકો પર વિજય થયો છે. જ્યારે અમદાવાદ જિલ્લાની પાંચ બેઠકોમાંથી સાણંદ, દસક્રોઈ અને ધોળકા બેઠક પર BJPનો તેમ જ ધંધૂકા તથા વિરમગામ બેઠક પર કૉન્ગ્રેસનો વિજય થયો છે. અમદાવાદ શહેરમાં મુસ્લિમ બહુમતી ધરાવતી જમાલપુર ખાડિયા બેઠક પર BJPનો પરાજય થયો હતો, જ્યારે પાટીદારોની બહુમતીવાળી બાપુનગર બેઠક પર BJPને ગુમાવવાનો વારો આવ્યો હતો. જમાલપુર ખાડિયા અને બાપુનગર બેઠક પર ૨૦૧૨માં BJPનો વિજય થયો હતો. પાટીદારોની બહુમતી ધરાવતી નિકોલ, ઘાટલોડિયા અને ઠક્કરબાપાનગર બેઠક BJPએ જાળવી રાખી છે.

ઉલ્લેખનીય બાબત એ છે કે પાટીદારોનો ગઢ ગણાતી ઘાટલોડિયા બેઠક પરથી BJPના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલે ૧,૧૭,૭૫૦ મતોની સરસાઈથી ભવ્ય વિજય મેળવ્યો હતો, જ્યારે ધંધૂકા બેઠક પરથી BJPના ઉમેદવાર અને ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માત્ર ૩૨૭ મતોની સરસાઈથી વિજય મેળવ્યો હતો.

કપડવંજમાં બળવાખોરને કારણે કૉન્ગ્રેસની જીત

કપડવંજ સીટ પર BJPના બળવાખોર ઉમેદવાર બિમલ શાહને કારણે કૉન્ગ્રેસના કાળાભાઈ ડાભીનો ૨૭,૨૨૬ મતે વિજય થયો હતો. BJPએ કનુભાઈ ડાભીને ટિકિટ આપી હતી એથી બિમલ શાહે બળવાખોરી કરી હતી. વળી શંકરસિંહ વાઘેલાએ બિમલ શાહનું સમર્થન કર્યું હતું. કનુભાઈ ડાભીને ૫૭,૯૬૯ મત મળ્યા હતા જ્યારે બિમલ શાહને ૪૬,૯૨૮ મત મળ્યા હતા. આમ એક બળવાખોરને કારણે BJPએ આ સીટ ગુમાવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK