ગુજરાતી ભાષા માટે પૉલિસી તમે નક્કી કરો, સરકાર એને આગળ વધારશે : વિજય રૂપાણી

મિડ-ડેનાં લેખિકા કાજલ ઓઝાના ગુજરાતી ભાષા વિશેના સૂચનને ગુજરાતના મુખ્ય પ્રધાને તાબડતોબ સ્વીકારી લીધો

rupani

ગુજરાતમાં અમદાવાદ ખાતે યોજાઈ રહેલા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં ‘મિડ-ડે’નાં લેખિકા કાજલ ઓઝા વૈદ્યે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ગુજરાતી ભાષા વિશે ત્વરિત નિર્ણય કરવા કરેલા સૂચનનો પ્રતિભાવ આપતાં વિજય રૂપાણીએ ગુજરાતી ભાષાની પૉલિસી નક્કી કરવાનો ત્વરિત નિર્ણય કર્યો હતો એટલું જ નહીં, પરંતુ જ્યારે વિજય રૂપાણીએ કહ્યું કે ત્વરિત નિર્ણય કરવાની વાત કરી છે તો આ પહેલો નિર્ણય છે. આમ કહેતાં જ હૉલમાં ઉપસ્થિત સૌએ તાળીઓથી એને વધાવી લીધો હતો.

ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હૉલમાં ગુરુવારે રાત્રે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારોહ હતો જેમાં વિજય રૂપાણીની ઉપસ્થિતિ હતી. તેમને સંબોધીને કાજલ ઓઝા વૈદ્યે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ‘ગુજરાત સરકાર ત્વરિત નિર્ણય કરતી હોય છે ત્યારે અહીં એક ત્વરિત નિર્ણય કરો, ગુજરાતને કંઈક એવું આપો કે ૨૫ વર્ષ સુધી ગુજરાતી ભાષા આપને યાદ કરે અને વંદન કરે. યુવાનો સુધી ગુજરાતી ભાષા પહોંચાડવી છે. મારી ઇચ્છા છે કે ગામડે-ગામડે આવા ફેસ્ટિવલ થાય એ માટે સરકારે પ્રયાસ કરવો જોઈએ.’

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે ‘કાજલ ઓઝાએ ચિંતા વ્યક્ત કરી છે. આ ફેસ્ટિવલ સમગ્ર ગુજરાતીઓનો છે એટલે રાજ્ય સરકાર તમારી સાથે છે. ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત સાહિત્ય અકાદમી સાથે મળીને ગુજરાતી ભાષા વિશેની પૉલિસી નક્કી કરે. સરકારને એક દિશાદર્શન કરો અને સરકાર ગુજરાતી ભાષા માટે આગળ વધશે. ત્વરિત નિર્ણયની વાત કરી છે તો આ પહેલો નિર્ણય છે. ગુજરાતી ભાષાનું મહત્વ ઓછું ન થાય, નવી પેઢી વિમુખ ન થાય એ દિશામાં સાથે કામ કરીશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK