અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું જલદ નિવેદન

વડા પ્રધાન હવે ઘરડા થઈ ગયા છે, હિમાલયમાં જઈને હાડકાં ઓગાળે


mewani


ગઈ કાલે એક ટીવી-ઇન્ટરવ્યુમાં નરેન્દ્ર મોદીને નિવૃત્ત થવાની સલાહ આપનારા ગુજરાતના દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ એવું પણ કહી દીધું હતું કે તેમણે હવે હિમાલય જઈને હાડકાં ગાળવાં જોઈએ. જિજ્ઞેશ મેવાણીના આ સ્ટેટમેન્ટ સામે જબરો વિવાદ થયો હતો અને BJPના નેતાઓએ તેણે માફી માગવી જોઈએ એવી માગણી પણ કરી હતી, પણ જિજ્ઞેશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું માફી શાની માગું, મેં કંઈ ખોટું કહ્યું નથી કે ગાળ બોલી નથી કે મારે તેમની માફી માગવી જોઈએ. હું તો અત્યારે પણ એ જ વાત ફરીથી રિપીટ કરવા તૈયાર છું. જે મારા મનમાં હતું, મનમાં છે એ જ વાત હું કરું છું. જાહેર જીવનમાં આવ્યા પછી મારા દેખાડવાના અને ચાવવાના દાંત જુદા નથી થઈ જવાના. એ બધું મોદીને સોંપ્યું છે, પણ હું એવો નથી, હું તો પહેલાં જેવો હતો એવો જ અત્યારે રહેવાનો છું.’

વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે ‘હવે ગુજરાત વિધાનસભામાં બે બાહોશ (પોતે અને અલ્પેશ ઠાકોર) નેતા બેસશે જે BJPને દરેક સમયે ખોટી વાત પર લગામ મૂકશે અને બહાર અમારો ભાઈ હાર્દિક છે, જે બહારથી ખોટું નહીં થવા દે. હું કહું છું કે આ વખતે પહેલી વખત BJPને સરકાર બનાવ્યાનો અફસોસ કરાવી દઈશું.’

હાર્દિક પટેલ પર ગઈ કાલે એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને આચારસંહિતા ભંગના એ કેસમાં ગઈ કાલે તેને આગોતરા જામીન પણ મળી ગયા હતા, પણ એવી વાતો શરૂ થઈ છે કે BJP હવે હાર્દિક પટેલને કૉર્નર કરશે. ખુદ હાર્દિક પટેલ ‘મિડ-ડે’ પાસે ગઈ કાલે સવારે એવું બોલ્યો હતો કે BJP હવે તેને દસ વર્ષની જેલ થાય એવી વેતરણમાં છે. આ બાબતમાં જિજ્ઞેશે કહ્યું હતું કે ‘જો એવું થયું તો હાર્દિક માટે હું રસ્તા પર આવીશ અને વિધાનસભામાં પણ કામ કરવા નહીં દઉં. યુવાનો પોતાની માગણી મૂકે એટલે રાષ્ટ્રદ્રોહનો કેસ ઠોકી દો એવા દિવસો હવે ગયા, હવે સાચા યુવાનોના દિવસો આવ્યા છે. સિત્તેર વર્ષે પણ પોતાની જાતને યુવાન કહેનારાઓ યાદ રાખે કે તે હવે બુઢ્ઢા છે અને તેમણે આ ભૂલવું પણ ન જોઈએ.’   

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK