ગાંધીનગરમાં દારૂના અડ્ડા પર અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલે પાડી રેઇડ

બે કોથળી દારૂ પકડાયો, જનતા રેઇડ બાદ પોલીસ ખુલાસો કરવા મેદાનમાં આવી, એને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો

raid

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જ કૉન્ગ્રેસના રાધનપુરના વિધાનસભ્ય અલ્પેશ ઠાકોર, વડગામના અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણી અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલની ત્રિપુટીએ ગઈ કાલે કથિત દારૂના અડ્ડા પર જનતા રેઇડ પાડી હતી. આ ત્રિપુટીએ બે કોથળી દારૂ પકડતાં ગાંધીનગરમાં રાજકારણ ગરમાયું હતું અને ગાંધીનગર પોલીસ ખુલાસો કરવા મેદાનમાં આવીને જનતા રેઇડને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો હતો.

અમદાવાદના સોલા વિસ્તારમાં બુધવારે રાત્રે દારૂ પીધા બાદ ચાર વ્યક્તિની તબિયત લથડતાં તેમને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી. બે વ્યક્તિની કિડની પર અસર થઈ છે. ગઈ કાલે અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલે હૉસ્પિટલમાં જઈને આ ચાર અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને તબિયતના ખબરઅંતર પૂછીને દેશી દારૂના અડ્ડા વિશે જાણકારી મેળવી હતી. આ ત્રિપુટીએ ત્યાર બાદ બપોરે ગાંધીનગરમાં કથિત દેશી દારૂના અડ્ડા પર જનતા રેઇડ કરી હતી. આ સ્થળેથી દારૂની બે કોથળી મળી આવી હતી.

અલ્પેશ ઠાકોરે મીડિયાને કહ્યું હતું કે ‘ગાંધીનગરમાં પોલીસ-સુપરિન્ન્ટેન્ડેન્ટની ઑફિસની સામે રોડ પરના મકાનમાં એક વ્યક્તિને પોટલી લેવા મોકલી હતી અને તે પોટલી લઈને અવી હતી. ગાંધીનગરમાં રોડ પર દારૂ વેચાય છે. સરકાર દારૂબંધી કરાવવામાં નિષ્ફળ નીવડી છે.’

જનતા રેઇડને પગલે ગાંધીનગરમાં હોબાળો મચી ગયો હતો અને ગાંધીનગર પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ કથિત દારૂના અડ્ડા પર પહોંચી હતી અને દારૂની બે પોટલી કબજે લીધી હતી.

ગાંધીનગરના પોલીસ-અધિકારી વીરેન્દ્રસિંહ યાદવે તાત્કાલિક પ્રેસ-કૉન્ફરન્સ કરીને એવી સ્પષ્ટતા કરી હતી કે ‘દારૂનુ સ્ટૅન્ડ ચાલે છે એ વાત બરોબર નથી. દારૂના પાઉચની ચીજને પબ્લિસિટી આપવાનું પહેલેથી પ્લાનિંગ હોય એવું લાગે છે. હોઈ શકે કે પોતાના પૉલિટિકલ કે અન્ય કારણથી પબ્લિસિટી કરવાનું કોઈએ કોઈ કામ કર્યું હોય. ગાંધીનગરમાં અડ્ડા કે સ્ટૅન્ડ નથી ચાલતા. સમયાંતરે માહિતી મેળવીને રેઇડ પાડવામાં આવે છે. દારૂનાં બે પાઉચ મળ્યાં છે એ ફૉરેન્સિક લૅબમાં મોકલવામાં આવશે. દારૂ લઈ આવનાર પ્રવીણ ભરવાડની પૂછપરછ અમે કરી રહ્યા છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK