રાહુલ ગાંધીના પૂતળાને ચણિયા-ચોળી પહેરાવી ધુલાઈ અને હોળી કરી

બે દિવસ પહેલાં RSS અને મહિલાઓ વિશે વિચિત્ર કમેન્ટ કરનારા રાહુલ ગાંધીનો વિરોધ ગુજરાતમાં આગની જેમ પ્રસરવા માંડ્યો છો.

rahul gandhi


રશ્મિન શાહ

બે દિવસ પહેલાં RSS અને મહિલાઓ વિશે વિચિત્ર કમેન્ટ કરનારા રાહુલ ગાંધીનો વિરોધ ગુજરાતમાં આગની જેમ પ્રસરવા માંડ્યો છો. મંગળવારે આનંદીબહેન પટેલે રાહુલ ગાંધીને માફી માગવા માટે કહ્યું હતું તો ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનાં વાઇફ અને RSSની મહિલા પાંખ રાષ્ટ્રસેવિકા સમિતિમાં જેમનું ઘડતર થયું છે એ અંજલિ રૂપાણીએ પણ BJP અને દુર્ગાવાહિનીની મહિલાઓ સાથે રાહુલ ગાંધીના પૂતળાને ચણિયા-ચોળી પહેરાવ્યાં હતાં અને પછી એ પૂતળાને માર મારી એની મહિલાઓ પાસે માફી પણ મગાવી હતી. અંજલિબહેને કહ્યું હતું કે ‘શું બોલવું એનું ભાન ન હોય તો રાહુલ ગાંધીએ એ સમજવું જોઈએ કે શું ન બોલવું જોઈએ. આજે RSSની મહિલા પાંખ દેશભરમાં પથરાયેલી છે અને એ એકેક મહિલા દસ-દસ નપાવટો સામે ભારે પડે એવી છે.’

અંજલિ રૂપાણીએ આ આખા કાર્યક્રમનો વિડિયો અને એ દરમ્યાનના ફોટોગ્રાફ્સ કૉન્ગ્રેસના નેતાઓને પણ મોકલ્યા હતા અને સાથે મેસેજ પણ લખ્યો હતો કે જો રાહુલ મહિલાઓની માફી નહીં માગે તો તેને ગુજરાતમાં ચૂંટણીપ્રચારમાં આવવું ભારે પડી જશે.

શું બોલ્યા હતા રાહુલ ગાંધી?

મહિલા સશક્તીકરણની વાત કરતાં વડોદરામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘BJPનું મુખ્ય સંગઠન RSS છે. કેટલી મહિલા છે એમાં? તમે ક્યારેય ય્લ્લ્માં મહિલા જોઈ છે? શાખામાં ક્યારેય તમે મહિલાઓને શૉર્ટ્સમાં જોઈ છે? મેં તો નથી જોઈ. સંગઠનથી તમને ખબર પડી જાય છે. કૉન્ગ્રેસમાં દરેક જગ્યાએ મહિલાઓ છે. ય્લ્લ્માં એક મહિલા નથી દેખાતી. ખબર નહીં શું ભૂલ કરી છે મહિલાઓએ કે એમાં મહિલાઓ નથી જઈ શકતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy