ગાંધીનગર પાસે ગિફ્ટ સિટીમાં ભીષણ આગ

જોરદાર પવનને લીધે આગ ઓલવવામાં ફાયર-બ્રિગેડને પડી તકલીફ, માંડ-માંડ આગ કાબૂમાં આવી


fire

ગાંધીનગર પાસે આવેલા ગિફ્ટ સિટીમાં ગઈ કાલે બપોરે અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર-બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો, પરંતુ પવન વધુ હોવાથી આગ ઓલવવામાં ફાયર-બ્રિગેડને તકલીફ પડી હતી. જોકે ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.

ગઈ કાલે બપોરે ગિફ્ટ સિટીમાં આવેલી જૂની ઍડ્મિન ઑફિસના બિલ્ડિંગમાં અચાનક આગ લાગી હતી. જોતજોતાંમાં તો આગની જ્વાળાઓમાં આખું બિલ્ડિંગ લપેટાઈ ગયું હતું. આગ એટલી હદે ફેલાઈ હતી કે દૂરથી આગના ગોટેગોટા દેખાતા હતા. પવન વધુ હોવાને કારણે ફાયર-બ્રિગેડના સ્ટાફને આગને કાબૂમાં લેવામાં ભારે તકલીફ પડી હતી. ફાયર-બ્રિગેડના સ્ટાફે આગને કાબૂમાં લેવા માટે ચારે તરફથી પ્રયાસો શરૂ કરીને આગને કાબૂમાં લીધી હતી.

આખીયે ઘટનામાં સારી બાબત એ બની કે જ્યારે આગ લાગી ત્યારે રિસેસનો સમય હોવાથી સ્ટાફ ઑફિસની બહાર હતો જેથી કોઈ જાનહાનિ નહોતી થઈ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK