ખોટા પડ્યા મોટા ભાગના એક્ઝિટ પોલ્સ

કોઈકે BJPને ૧૧૫ તો કૉન્ગ્રેસને માત્ર ૬૫ સીટ આપી હતી

exit polls

એક્ઝિટ પોલ બહાર પડ્યા ત્યારે ભલે બધાએ BJPની જીત પાક્કી હોવાની આગાહી કરી હતી જે સાચી પડી છે, પણ BJP કેટલા માર્જિનથી જીતશે એનું અનુમાન એકેય એક્ઝિટ પોલ લગાવી શક્યા નહોતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના હોમગ્રાઉન્ડ પર મોટા ભાગના એક્ઝિટ પોલે BJPને ફાળે ગુજરાત વિધાનસભાની ૧૧૦થી વધુ બેઠકો જશે એવું અનુમાન લગાવ્યું હતું, પરંતુ BJPની ૧૮૨ સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એ માત્ર ૯૯ બેઠકો જ મેળવી શકી હતી.

૬૮ બેઠકોવાળી હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ એક્ઝિટ પોલનું અનુમાન BJP ૫૦થી વધુ બેઠકો જીતશે એવું હતું જે ખોટું પડ્યું છે. ચૂંટણીપંચે બહાર પાડેલા ફાઇનલ આંકડા મુજબ ગુજરાત વિધાનસભામાં BJPએ ૯૯ બેઠકો પોતાના નામે કરી છે, જ્યારે કૉન્ગ્રેસના ભાગે ૭૭ બેઠકો આવી છે. બધાં જ મીડિયાહાઉસના એક્ઝિટ પોલે BJP ૧૧૦થી વધુ બેઠકો જીતશે એવી આગાહી કરી હતી.

૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન BJPએ ૧૧૫ બેઠકો પર જીત હાંસલ કરી હતી. ‘ટુડે’ના એક્ઝિટ પોલ ચાણક્યએ BJP ૧૩૫ જેટલી બેઠકો જીતશે એવી આગાહી કરી હતી, જ્યારે કૉન્ગ્રેસ માત્ર ૪૭ બેઠકો પર જ જીત મેળવશે એવી આગાહી કરી હતી. ૪૭ બેઠકો એટલે કૉન્ગ્રેસ હાલમાં ગુજરાત વિધાનસભામાં જેટલી બેઠકો ધરાવે છે એના કરતાં ૧૪ ઓછી બેઠકો પર જીતશે એવી આગાહી કરી હતી. જોકે ચૂંટણીપંચે જણાવ્યા અનુસાર એક્ઝિટ પોલનું BJPને ૪૯ ટકા વોટશૅર મળશે એવું અનુમાન સાચું ઠર્યું હતું. BJPનો વોટશૅર આ ચૂંટણીમાં ૪૯.૧ ટકા રહ્યો હતો.

‘ટાઇમ્સ નાવ’ના VMR એક્ઝિટ પોલે BJPને ૧૧૭ જ્યારે કૉન્ગ્રેસને ૬૪ બેઠકો મળશે એવી આગાહી કરી હતી, જ્યારે બાકીની બેઠકો અન્યો જીતશે એવી આગાહી કરી હતી.

‘ABP’ના CSDS એક્ઝિટ પોલ અનુસાર BJPને ૧૧૭ બેઠકો મળવાની શક્યતા હતી, જ્યારે કૉન્ગ્રેસના ભાગે આ એક્ઝિટ પોલ અનુસાર ૬૪ બેઠકો જવાની હતી. ‘NDTV’ના એક્ઝિટ પોલ મુજબ BJPને ૧૧૨ જ્યારે કૉન્ગ્રેસને ૭૦ બેઠકો મળે એવી સંભાવના હતી. ‘ઇન્ડિયા ટુડે’ના ‘આજ તક’ના એક્ઝિટ પોલે BJP ૯૯થી ૧૧૩ વચ્ચે બેઠકો મેળવશે એવી આગાહી કરી હતી. આ એકમાત્ર ચૅનલ હતી જેણે BJPને ૧૦૦ કરતાં ઓછી બેઠકો મળશે એવી શક્યતા દર્શાવી હતી. કૉન્ગ્રેસને આ ચૅનલે ૬૨થી ૮૨ બેઠકો મળશે એવું જણાવ્યું હતું.

‘ન્યુઝ એક્સ’ના એક્ઝિટ પોલે BJP ૧૧૦થી ૧૨૦ બેઠકો અને કૉન્ગ્રેસ ૬૫થી ૭૫ બેઠકો જીતી શકે એવી આગાહી કરી હતી અને અન્યોને બેથી ચાર બેઠકો મળશે એવું જણાવ્યું હતું. જ્યારે ‘ન્યુઝ નેશન’ના એેક્ઝિટ પોલે BJPને ૧૨૪થી ૧૨૮ બેઠકો, કૉન્ગ્રેસને બાવનથી ૫૬ બેઠકો અને અન્યોને ૧થી ૩ બેઠકો મળવાની આગાહી કરી હતી.

‘ઇન્ડિયા ટીવી’ના VMRના સર્વે મુજબ BJPને ૧૦૮થી ૧૧૮ બેઠકો મળે એવી શક્યતા હતી, જ્યારે ‘રિપબ્લિક - સી વોટર’ એક્ઝિટ પોલે BJPને ફાળે ૧૦૮ બેઠકો અને કૉન્ગ્રેસને ૭૪ બેઠકો મળશે એવું અનુમાન લગાવ્યું હતું.

હિમાચલ પ્રદેશમાં BJPએ ૬૮ બેઠકોની વિધાનસભાની ચૂંટણીમાં ૪૪ બેઠકો જીતીને કૉન્ગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હતી. આ ચૂંટણીમાં કૉન્ગ્રેસ ૨૦ બેઠકો પર જીતી હતી.

હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે ‘ટુડે’ના ચાણક્ય એક્ઝિટ પોલે BJPને પંચાવન બેઠકો અને સત્તાધારી કૉન્ગ્રેસને ૧૩ બેઠકો મળશે એવી ધારણા વ્યક્ત કરી હતી. ‘ટાઇમ્સ નાવ’ VMR અને ‘ઝી ન્યુઝ’ એક્ઝિટ પોલ્સ દ્વારા BJP અહીં ૫૧ બેઠકો પર વિજય મેળવશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ‘ટાઇમ્સ નાવ’ VMRએ હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં કૉન્ગ્રેસને ૧૬ જ્યારે ‘ઝી ન્યુઝ’ ઍક્સિસે કૉન્ગ્રેસને ૧૭ બેઠકો મળશે એવો અંદાજ વ્યક્ત કર્યો હતો.

‘આજ તક’ ઍક્સિસ એક્ઝિટ પોલે અહીં BJPને ૪૭થી પંચાવન બેઠકો મળશે એવી અને કૉન્ગ્રેસને ૧૩થી ૨૦ બેઠકો પર વિજય મળશે એવી આગાહી કરી હતી. અન્યોને આ એક્ઝિટ પોલના મતે બે બેઠક મળવાની શક્યતા હતી. ‘ABP’ના CSDS એક્ઝિટ પોલે BJPને ૩૮ બેઠકો અને કૉન્ગ્રેસને ૨૯ બેઠકો મળશે એવી આગાહી કરી હતી. ‘ન્યુઝ એક્સ’ના સર્વેએ BJPને ૪૨થી ૫૦ અને કૉન્ગ્રેસને ૧૮થી ૨૪ બેઠકો મળશે એવો અંદાજ વ્યક્ત કર્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK