ધ ગ્રેટ ડાયમન્ડ રૉબરી

સુરતમાં ભરરસ્તે ૨૦ કરોડના હીરાની સનસનાટીભરી લૂંટ : લોકોને ગભરાવવા લૂંટારાઓએ હવામાં ફાયરિંગ કર્યું : પોલીસ કહે છે કે કોઈ જાણભેદુનું હશે આ પરાક્રમ

rob

રશ્મિન શાહ

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગ્લોસ્ટાર ડાયમન્ડ કંપની દ્વારા ફિનિશ કરવામાં આવેલા ૨૨૦૦ કૅરૅટના અંદાજિત વીસ કરોડ રૂપિયાની માર્કેટ-વૅલ્યુ ધરાવતા સૅફાયર ડાયમન્ડની બુધવારે મોડી સાંજે લૂંટ થઈ એ ડાયમન્ડ ગઈ કાલે સવારે ઍન્ટવર્પ રવાના કરવાના હતા, પણ માલ રવાના થાય એ પહેલાં જ જાહેરમાં અને દસ હજારથી વધારે લોકોની અવરજવર વચ્ચે લૂંટી લેવામાં આવ્યા. સુરત રેન્જ એકના ઍડિશનલ પોલીસ-કમિશનર એચ. જી. પટેલે કહ્યું હતું કે ‘CCTV કૅમેરાના ફુટેજના આધારે અત્યારે તપાસ ચાલુ છે પણ જે પ્રકારે લૂંટ થઈ છે એ જોતાં કહી શકાય કે કંપનીના કોઈ જાણભેદુની ટિપને આધારે આ લૂંટ કરવામાં આવી છે. અત્યારે કંપનીના સ્ટાફની પણ પૂછપરછ ચાલે છે.’

rob2

મંગળવારે રાતે ગ્લોસ્ટાર ડાયમન્ડ કંપનીમાં જૉબ કરતા વિજય મેવાણી પૉલિશિંગ સાથે તૈયાર થઈ ગયેલા ડાયમન્ડની બૅગ સેફ લૉકરમાં મૂકવા માટે નીકYયા ત્યારે કારમાં તેમની સાથે ડ્રાઇવર અને કંપનીમાં જ તેમની સાથે જૉબ કરતો એક કર્મચારી હતો. સેફ લૉકરવાળી જગ્યાએથી માંડ ૨૫ મીટર અંતરે હતા ત્યારે ગાડીમાંથી ઊતરીને એને પાર્કિંગ માટે આગળ રવાના કરીને વિજય મેવાણી ચાલતા આગળ વધ્યા, પણ એ દરમ્યાન લૂંટારાઓ આવી ગયા અને ત્રણ જણ તેમની પાસેથી બૅગ ઝૂંટવીને ભાગી ગયા. બૅગ ઝૂંટવતાં પહેલાં લૂંટનારાઓએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેને લીધે હાજર રહેલા સૌકોઈનું ધ્યાન ગયું,  પણ કોઈએ તેમનો સામનો કરવાની હિંમત કરી નહીં.

બૅગ લૂંટીને ભાગતી વખતે આ લૂંટારાઓને પણ ટ્રાફિક નડતાં તેઓ પોતાની ગાડીમાં નીકળવાને બદલે દોડીને ત્યાંથી રવાના થઈ ગયા હતા. પોલીસનું માનવું છે કે તેઓ આ વિસ્તારનો ઑલરેડી અભ્યાસ કરી ચૂક્યા હશે.

rob1

અત્યાર સુધીની ગુજરાતની સૌથી મોટી લૂંટ એવી આ લૂંટના લૂંટારાઓ ઘટનાસ્થળથી નજીકમાં લાગેલા ૧૪ દુકાનના CCTV કૅમેરામાં આવી ગયા છે જેમાં દેખાયા મુજબ લૂંટારાઓ પહેલેથી જ વિજય મેવાણીનો પીછો કરતા હતા, પણ વચ્ચે તેમણે કાર છોડી દેતાં ગાડીમાં બેઠેલા છમાંથી ત્રણ લૂંટારા બહાર આવ્યા અને તેમણે વિજય મેવાણી પાસેથી બૅગ ઝૂંટવી લીધી. સુરત પોલીસનું માનવું છે કે લૂંટારાઓ ડાયમન્ડ-ઇન્ડસ્ટ્રીનો અનુભવ ધરાવતા હોય એવી પૂરી શક્યતા છે અને કાં તો તેમણે આ લૂંટ કોઈના ઇશારે કરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK