રાજકોટમાં ચોરી કરવાની ગજબનાક મોડસ ઓપરેન્ડી

ફિલ્મ ‘ધૂમ’માંથી પ્રેરણા લઈ લવરમૂછિયાઓએ આચરી ગુનાખોરી

rajkot


સોળથી ૧૯ વર્ષના ચાર છોકરાઓને ગઈ કાલે રાજકોટ પોલીસે રાજકોટમાં ૧૪ દુકાનોમાં ચોરી કરવા બદલ પકડ્યા હતા. આ ચાર છોકરાઓ સાઇકલ લઈને ચોરી કરવા જતા હતા અને ચોરી કર્યા પછી તે ચારેય ચહેરા પર અસ્થમાના પેશન્ટ પહેરે એવા માસ્ક પહેરી લેતા હતા. આ ચાર છોકરાઓએ અંદાજે ૧૪ લાખ રૂપિયા સુધીના માલસામાન અને કૅશની ચોરી કરી હતી. ચોરી કરનારા આ છોકરાઓએ ચોરી કેવી રીતે કરવી અને ચોરી કરવા નીકળતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું એની પ્રેરણા ‘ધૂમ’ ફિલ્મમાંથી મેળવી હતી. આ ફિલ્મમાં બાઇકના નંબર પર ફોકસ કરવામાં આવે છે અને ત્રણેત્રણ ફિલ્મમાં બાઇક તથા બાઇકના રજિસ્ટ્રેશન-નંબરના આધારે ચોરને પકડવાનું કામ કરવામાં આવે છે એટલે આ છોકરાઓએ ચોરી કરવા માટે બાઇક કે ગાડી ક્યારેય વાપરવી નહીં એવું નક્કી કરીને પોતાની સાઇકલ-ગૅન્ગ બનાવીને સાઇકલ પર ચોરી કરવાનું શરૂ કર્યું હતું. સાઇકલ પર ચોરી કરવા માટે નીકળ્યા પછી ચોરી કરીને આ છોકરાઓ માસ્ક પહેરી લેતા જેથી તેમના ચહેરા CCTV કૅમેરામાં ન આવી જાય.


ચોરી કરવામાં ક્યારેય વાહન વાપરવું નહીં જેથી નંબરપ્લેટની ખબર જ ન પડે અને આવું નક્કી કર્યા પછી ચાર છોકરાઓએ સાઇકલ-ગૅન્ગ બનાવી : જોકે મોબાઇલ પડી જવાથી પકડાઈ ગયા

સાઇકલ પર ચોરી કરવાની વાત સાંભળ્યા પછી રાજકોટના પોલીસ-કમિશનર પણ થોડી વાર માટે હેબતાઈ ગયા હતા. ચાર છોકરામાંથી એક છોકરાનો મોબાઇલ ચોરી કરવા દરમ્યાન પડી જતાં એના આધારે તપાસ શરૂ થઈ હતી અને ચારેય ચોર પકડાઈ ગયા હતા.   

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy