કૉન્ગ્રેસ સૉફ્ટ હિન્દુત્વના માર્ગે, મંદિરોમાં પૂજાની કિટ આપશે

વિધાનસભાની ચૂંટણી દરમ્યાન રાહુલ ગાંધીએ ૨૭થી વધુ મંદિરોમાં માથું ટેકવ્યું હતું.

rahul

૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ અપનાવેલા સૉફ્ટ હિન્દુત્વને સફળતા મળતાં હવે મિશન ૨૦૧૯ના ભાગરૂપે કૉન્ગ્રેસ ફરી એક વાર ગુજરાતમાં સૉફ્ટ હિન્દુત્વનો માર્ગ અપનાવવા આગળ વધી રહી છે અને એના ભાગરૂપે સૌરાષ્ટ્રનાં ૧૪૮ ગામોમાં રામ મંદિરોમાં પૂજાની કિટ આપશે. જોકે બીજી તરફ BJPએ કૉન્ગ્રેસના આ વલણને આવકારવા સાથે વિરોધ કર્યો છે.

વિધાનસભાની ચૂંટણી દરમ્યાન રાહુલ ગાંધીએ ૨૭થી વધુ મંદિરોમાં માથું ટેકવ્યું હતું. રાહુલ ગાંધીની ‘ટેમ્પલ રન’ સફળ રહેતાં હવે હિન્દુત્વના રસ્તે આગળ વધવા કૉન્ગ્રેસ સૌરાષ્ટ્રનાં ૧૪૮ ગામોમાં રામ મંદિરનું નવસર્જન કરવાની છે. આ મંદિરોમાં પૂજાની કિટ આપવામાં આવશે જેમાં ઝાલર, શંખ, નગારાં તેમ જ સજાવટની વસ્તુઓ હશે. આ ઉપરાંત શ્રી રામ સૂર્યોદય-સંધ્યા આરતી કમિટી પણ બનાવવામાં આવશે. કૉન્ગ્રેસના કાર્યકર્તાઓ રામ મંદિરમાં જશે અને પૂજા-અર્ચના કરશે. ગુજરાત કૉન્ગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું હતું કે ‘રામ મંદિરની કિટની વાત પરેશ ધાનાણીએ રાખી છે. કૉન્ગ્રેસ માટે ધર્મ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે, વોટ ભેગા કરવાનું માધ્યમ નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK