ગુજરાતમાં કૉન્ગ્રેસે છ જિલ્લાપંચાયતના ૩૨ બળવાખોર મેમ્બરોને સસ્પેન્ડ કર્યા

BJPએ ૨૫ લાખથી બે કરોડમાં કૉન્ગ્રેસી સભ્યોને ખરીદ્યા હોવાનો આક્ષેપ કર્યો


ગુજરાતમાં ૬ જિલ્લાપંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષમાં બળવો કરનારા કૉન્ગ્રેસના ૩૨ બળવાખોર સભ્યોને પક્ષે સસ્પેન્ડ કરી દીધા છે. એટલું જ નહીં, આ બળવાખોર સભ્યો સામે પક્ષાંતરધારા હેઠળ સભ્યપદ રદ કરવા કાર્યવાહી હાથ ધરીને પૈસાથી વેચાયેલા સભ્યોને કૉન્ગ્રેસ જાહેરમાં ખુલ્લા પાડશે.

ગુજરાત કૉન્ગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગઈ કાલે

પ્રેસ-કૉન્ફરન્સમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘જિલ્લા અને તાલુકાપંચાયતની ચૂંટણીમાં BJP દ્વારા ૨૫ લાખથી બે કરોડ રૂપિયામાં કૉન્ગ્રેસના સભ્યોને ખરીદવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લાપંચાયતના કૉન્ગ્રેસના સભ્યોને બે-બે કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. BJPના અધ્યક્ષ અમિત શાહ દ્વારા ગુજરાતમાં કૉન્ગ્રેસની ૫૦ ટકાથી વધુ જિલ્લાપંચાયત–તાલુકાપંચાયત તોડવાનો આદેશ અપાયો હતો. BJPએ ગુજરાતમાં સરકારી તંત્ર અને પોલીસતંત્રનો દુરુપયોગ કર્યો છે. લોકશાહીને ખતમ કરવાના BJPના પ્રયાસ સામે કૉન્ગ્રેસ લડત આપશે.’

જે જિલ્લામાં પક્ષના આદેશનો અનાદર કર્યો છે એવા અમદાવાદ જિલ્લાપંચાયતના ૬ સભ્યો, વડોદરા જિલ્લાપંચાયતના ૩, દાહોદ જિલ્લાપંચાયતના ૯, પાટણ જિલ્લાપંચાયતના ૮, મહીસાગર જિલ્લાપંચાયતના ૩ અને ભાવનગર જિલ્લાપંચાયતના ૩ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સભ્યો સામે પક્ષાંતરધારા હેઠળ તેમનું સભ્યપદ રદ થાય એ માટે કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા અને તાલુકાપંચાયતની ચૂંટણીમાં બળવાખોરી, પક્ષવિરોધી પ્રવૃત્તિ તેમ જ ચૂંટણીમાં ગેરહાજર રહેવા વિશેનો રિપોર્ટ દરેક તાલુકા અને જિલ્લામાંથી મગાવવામાં આવ્યો છે અને એના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

બન્ને નેતાઓએ દાવો કર્યો હતો કે ‘પ્રમુખ અને ઉપપ્રમુખની આ ચૂંટણી પહેલા ગુજરાતમાં ૨૩ જિલ્લાપંચાયતમાં કૉન્ગ્રેસનું શાસન હતું. આજે ૨૩માંથી ૧૮ જિલ્લાપંચાયતમાં પુન: શાસન થયું છે.’

૧૩ જિલ્લાપંચાયતો અને ૧૧૪ તાલુકાપંચાયતો પર અમારું શાસન : BJPનો દાવો


ગુજરાત BJPના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણીએ ગઈ કાલે દાવો કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં ૧૩ જિલ્લાપંચાયતો અને ૧૧૪ તાલુકાપંચાયતો પર BJPનું શાસન પ્રસ્થાપિત થયું છે.

મીડિયા સાથે વાત કરતાં જિતુ વાઘાણીએ કહ્યું હતું કે ‘બીજી ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં BJPશાસિત જિલ્લાપંચાયતો યથાવત રહી છે અને કૉન્ગ્રેસશાસિત પાંચ જિલ્લાપંચાયતો પર BJPનું કમળ ખીલ્યું છે. અમદાવાદ, પાટણ, મહીસાગર, દાહોદ અને ભાવનગર જિલ્લાપંચાયતમાં BJPનો ભગવો લહેરાયો છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK