BJPના વિધાનસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત બેને આજીવન કેદ

૨૦૦૪માં ગોંડલના વાછરા ગામના નીલેશ રૈયાણીના કેસમાં હાઈ કોર્ટે આપ્યો ચુકાદો

jairaj singh

જમીનના સોદામાં અડચણ ઊભી કરતો હોવાના આક્ષેપ સાથે ૨૦૦૪ની ૮ ફેબ્રુઆરીની રાતે ગોંડલ તાલુકાના નીલેશ રૈયાણી સહિત અન્ય બે વ્યક્તિ પર ફાયરિંગ કરી બેને ઘાયલ કરવા અને નીલેશની હત્યા કરવા બદલ ગઈ કાલે ગુજરાત હાઈ કોર્ટે BJPના વિધાનસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના બે પાર્ટનર અમરજિતસિંહ જાડેજા તથા મહેન્દ્રસિંહ રાણાને આજીવન કેદની સજા ફટકારી હતી. હાઈ કોર્ટના ચુકાદા પછી જો કોર્ટ તરફથી વચગાળાની રાહત નહીં મળે તો જયરાજસિંહ વિધાનસભ્યપદે ગેરલાયક ઠરી શકે છે. જયરાજસિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હાઈ કોર્ટે સુપ્રીમમાં જવા માટે પિસ્તાલીસ દિવસની મુદત આપી છે એટલે અમે હવે સુપ્રીમમાં જવાના છીએ.

જયરાજસિંહ છેલ્લાં તેર વર્ષથી BJPના વિધાનસભ્ય છે જ્યારે તેમની સાથે જેની અરેસ્ટ કરવામાં આવી છે એ મહેન્દ્રસિંહ રાણા ઑલરેડી સૌરાષ્ટ્ર વતી અન્ડર-૧૯ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેતેશ્વર પુજારા અને રવીન્દ્રસિંહ જાડેજા સાથે રમી ચૂક્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy