એ કારણો જેમણે BJPને જિતાડી

ગુજરાત વિધાનસભામાં BJPએ ફરી પોતાનું વર્ચસ્વ સિદ્ધ કર્યું છે અને સતત બાવીસ વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ ફરી એક વખત કૉન્ગ્રેસને હરાવીને વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી છે.

modi2

મોદી ઇફેક્ટ : ગુજરાતમાં BJPને ફરી જીત અપાવવાનું પૂરેપૂરું શ્રેય નરેન્દ્ર મોદીને જાય છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યાર બાદ ગુજરાતમાં BJPની પકડ થોડી ઢીલી પડી રહી હતી. સરકાર વિરુદ્ધ ઘણાં આંદોલન પણ થયાં હતાં, પરંતુ જ્યારે વડા પ્રધાને પ્રચારની ધુરા પોતાના હાથમાં લીધી તો બધા જ પાછળ રહી ગયા હતા. એક પછી એક ૩૬ ધમાકેદાર રૅલીઓ યોજીને પોતાના વ્યક્તિત્વના બળે નરેન્દ્ર મોદી જનતાનાં દિલ જીતવામાં સફળ રહ્યા હતા. તેમણે ‘ગુજરાતના દીકરા’ને જિતાડવાની ભાવનાત્મક અપીલ પણ લોકોને કરી હતી જે કામ કરી ગઈ હતી.

ભરોસો જીતવામાં કૉન્ગ્રેસ નિષ્ફળ : ગુજરાતમાં બાવીસ વર્ષથી ચાલી રહેલા BJPના એકચક્રી શાસનને ખતમ કરવા માટે કૉન્ગ્રેસે પોતાનું બધું જ જોર લગાવ્યું હતું છતાં એને હારનો સામનો કરવો પડ્યો છે. કૉન્ગ્રેસના અધ્યક્ષ બની ગયેલા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને તેમના ગઢમાં આવીને તેમને પડકાર ફેંક્યો હતો, પરંતુ કૉન્ગ્રેસ મતદારોનો ભરોસો જીતવામાં નિષ્ફળ રહી હતી.

BJPના ચાણક્યની કમાલ : વડા પ્રધાન ઉપરાંત BJPની જીતમાં પાર્ટીના અન્ય દિગ્ગજ નેતાઓનો પણ ફાળો છે જેમાં સૌપ્રથમ નામ આવે છે BJPના ચાણક્ય કહેવાતા BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું. આ સિવાય મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય પ્રધાનો અને અન્ય રાજ્યોથી આવેલા નેતાઓએ પણ ચૂંટણીપ્રચારમાં સારી કામગીરી બજાવી હતી અને મતદારોને પોતાની તરફ કર્યા હતા.

મોદી-શાહનું લોકલ કનેક્શન : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચાર વખતે પોતાને ગુજરાતનો દીકરો ગણાવીને ચૂંટણીને સીધેસીધી પોતાની પ્રતિષ્ઠા સાથે જોડી દીધી હતી. અમિત શાહ પણ ગુજરાતની ધરતી પર રાજકારણમાં પ્રવેશી પરિપક્વ થયા છે. આ બન્ને દિગ્ગજો ગુજરાતના હોવાથી આ ચૂંટણી પર એનો પ્રભાવ જોવા મળ્યો હતો. બન્નેએ ગુજરાતી ભાષામાં પ્રચાર કરીને મતદારોનો ભરોસો જીત્યો હતો, જ્યારે રાહુલ ગાંધીએ હિન્દીમાં ભાષણ કર્યું હતું. કૉન્ગ્રેસ પાસે ગુજરાતમાં કોઈ મોટો ચહેરો પણ નહોતો અને કૉન્ગ્રેસના બે દિગ્ગજ માનવામાં આવતા અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલ પણ ચૂંટણી હારી ગયા.

શહેરી મતદારોને પણ પોતાની તરફ કર્યા : BJPએ ગુજરાતની શહેરી બેઠકો પર પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ગુજરાતમાં આશરે ૨૫ ટકા મતદારો શૅરમાર્કેટમાં રોકાણ કરતા હોય છે અને ૨૦૧૪માં BJP સત્તા ઉપર આવી ત્યાર બાદ શૅરબજાર ધૂમ ચાલી રહ્યું છે, જેના કારણે આ મતદારોની આવકમાં વધારો થયો છે અને આ જ કારણે શહેરી મતદારોએ કૉન્ગ્રેસને બદલે ગુજરાતને સત્તા પર લાવવાનો નિર્ણય લીધો. જો કૉન્ગ્રેસ સત્તા ઉપર આવશે તો એની અસર શૅરબજાર પર થાય એવી શંકા તેમને હતી.

જમીન સ્તરે સક્ષમ કાર્યકર્તાઓ : BJP પાસે જમીન સ્તરે કામ કરી શકે એવા સક્ષમ કાર્યકર્તાઓ છે અને બૂથ-મૅનેજમેન્ટને મામલે પણ BJP ઘણી મજબૂત છે. BJP પાસે અત્યારે સાત લાખ બૂથ-કાર્યકર્તાઓ છે અને દરેક બૂથ-કાર્યકર્તાને ૨૦ વોટની જવાબદારી આપવામાં આવી હતી. છેલ્લાં બાવીસ વર્ષમાં BJPએ બૂથ-કાર્યકર્તાઓની મજબૂત ફોજ ઊભી કરી છે.  કૉન્ગ્રેસ આ મામલે BJPથી ઘણી પાછળ છે.

‘નીચ’ નિવેદને બાજી બગાડી : ગુજરાતમાં જ્યારે ચૂંટણીપ્રચાર ચરમસીમાએ હતો ત્યારે કૉન્ગ્રેસના નેતા મણિશંકર અય્યરે વડા પ્રધાન મોદીને ‘નીચ’ કહ્યા હતા અને આ મામલે મોટો વિવાદ ઊભો થયો હતો. BJPએ પણ આ મુદ્દે કૉન્ગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ નિવેદનને લઈને ભાવનાત્મક અપીલ ગુજરાતની જનતાને કરી હતી. આ નિવેદનને નરેન્દ્ર મોદીએ ગુજરાતના દીકરાનું અપમાન ગણાવ્યું હતું.

કૉન્ગ્રેસના શાસનકાળની અપાવી યાદ : BJPએ ચૂંટણીપ્રચાર દરમ્યાન પોતાના વિકાસ મૉડલનો ઢોલ તો વગાડ્યો જ હતો, પરંતુ એ સિવાય એણે જ્યારે ગુજરાતમાં કૉન્ગ્રેસની સત્તા હતી ત્યારે શું પરિસ્થિતિ હતી એ પણ લોકોને યાદ દેવડાવ્યું હતું. કથળેલાં કાયદો-વ્યવસ્થા, વીજળી અને રસ્તાઓની સમસ્યા, રમખાણો યાદ દેવડાવી તેમણે જનતાને એ ભૂલનું ફરી પુનરાવર્તન ન કરવાની અપીલ કરી હતી.

BJPનું આક્રમક વલણ : BJP અધ્યક્ષ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આખા ચૂંટણીપ્રચાર દરમ્યાન આક્રમક રણનીતિ અપનાવી હતી. પાકિસ્તાન જેવા અમુક મુદ્દાઓ ઉઠાવવા માટે વડા પ્રધાનની ટીકા પણ થઈ, પરંતુ પાર્ટીએ એની કોઈ પરવાહ નહોતી કરી. ચૂંટણીમાં જીત મેળવવા પર જ પાર્ટીનું પૂરું લક્ષ્ય હતું. BJPએ કૉન્ગ્રેસના દરેક દાવનો જવાબ આક્રમક રીતે આપ્યો હતો.

Comments (1)Add Comment
...
written by Navin Bhanushali, December 20, 2017
ગુજરાત માં અશમેઘ સફળ થયો પણ કેટલાક બીજેપી ના નેતા બફાટ કરે છે તેના પર લગામ જરૂરી છે. ચૂંટાયા પછી નેતા ઑ દેખાતા નથી પણ ચમચા ઑ ની બોલબાલા હોય છે કેટલાક નકલી નેતા ઑ લેભાગુ પ્રવુર્તી થી પક્ષ ને નુકશાન પાહૂચાડે છે તેનું પક્ષ પદાધિકારીઓ ધ્યાન રાખવું જરૂરી છે
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK