ગુજરાતમાં BJPની સેન્ચુરી

બીજા અપક્ષ વિધાનસભ્યે નનૈયો ભણ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૯૯ બેઠકો મેળવીને ગુજરાતમાં સત્તાનાં સૂત્રો હાંસલ કરનાર BJPને લુણાવાડાની બેઠક પરથી ચૂંટણી જીતેલા એક અપક્ષ વિધાનસભ્યનો ટેકો મળતાં BJP આ સહયોગી સાથે ૧૦૦ના આંકડે પહોંચી છે. જોકે મોરવા હડફ બેઠક પરથી ચૂંટણી જીતેલા અપક્ષ વિધાનસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટે BJPને સાથ આપવાનો નનૈયો ભણ્યો છે.

લુણાવાડા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતેલા અપક્ષ ઉમેદવાર રતનસિંહ રાઠોડે BJPને સરકાર રચવા માટે બિનશરતી ટેકો આપતો પત્ર ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલીને આપ્યો હતો. ગુજરાત BJPના પ્રદેશાધ્યક્ષ જિતુ વાઘાણીએ આ વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે વિધાનસભ્ય રતનસિંહ રાઠોડે BJPની નવી સરકારને ટેકો આપ્યો છે.

દરમ્યાન મોરવા હડફની બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતેલા અન્ય એક અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ખાંટે પણ BJPને ટેકો જાહેર કર્યો એવી ચર્ચા ચાલતાં આ મુદ્દે ભૂપેન્દ્રસિંહ ખાંટનો સંપર્ક કરતાં તેમણે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘મેં BJPને ટેકો જાહેર કર્યો નથી. હું BJPમાં જોડાયો નથી અને મારે BJPમાં જોડાવું પણ નથી.’

ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્રસિંહ ખાંટ કૉન્ગ્રેસના કાર્યકર હતા, પાર્ટીએ તેમને ટિકિટ ન આપતાં તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK