જાણીતા સાહિત્યકાર ભગવતીકુમાર શર્માનું નિધન

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે!
- ભગવતીકુમાર શર્મા bhagvati kumar sharma

તસવીર સૌજન્યઃ ફેસબુક


ગુજરાતી સાહિત્યએ વધુ એક સાહિત્યકારની ખોટ પડી છે. સુરતના જાણીતા ગુજરાતી સાહિત્યકાર ભગવતીકુમાર શર્માનું 84 વર્ષનું આજે સવારે 6 વાગ્યે દુઃખદ નિધન થયું છે. ભગવતીકુમાર શર્માના નિધનથી સમગ્ર સાહિત્ય જગત અને સુરત શહેર ઉંડા શોકમાં ગરકાવ થઈ ગયું છે. અંતિમયાત્રા સાંજે 7.30 કલાકે તેમના નિવાસસ્થાન પવિત્રા રો હાઉસ, આનંદ મહલ રોડથી નીકળી કુરુક્ષેત્ર જહાંગીરપુરા જશે.

મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો ખેદ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૂર્ધન્ય સાહિત્યકાર અને વરિષ્ઠ પત્રકાર ભગવતીકુમાર શર્માના સુરતમાં થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી સદ્દગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ સદ્દગતને ભાવાંજલી આપતા કહ્યું કે, ભગવતી કુમાર શર્માના નિધનથી સાહિત્ય જગત અને પત્રકારીતા ક્ષેત્રને ન પુરાય તેવી ખોટ પડી છે. વિજય રૂપાણીએ ઉમેર્યું છે કે, પોતાની લેખની કટાર લેખન અને રચનાઓથી બહુવિધ વિષયોને સમાજ સમક્ષ ઉજાગર કરવામાં ભગવતીકુમાર શર્માનું પ્રદાન સદા કાળ આપણને યાદ રહેશે.

આવી રહી જીવન સફર

સુરતમાં હરગોવિંદભાઇ અને હીરાબેનને 31 મે 1934ના રોજ ભગવતીકુમાર શર્માનો જન્મ થયો હતો.  1950માં માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી અભ્યાસ છોડી દીધો હતો. પાછળથી 1968માં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્નાતકની પદવી મેળવી હતી. તેઓ 1955માં ગુજરાત મિત્રના સંપાદન વિભાગમાં જોડાયા હતા. તેઓ 2009થી 2011 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા.

પુરસ્કારનું પ્રોત્સાહન

ભગવતીકુમાર શર્માને 1977માં કુમાર સુવર્ણ ચંદ્રક અને 1984માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. તેમને 1988માં અસૂર્યલોક નવલકથા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1999માં તેમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ડી.લિટ્ટની પદવી એનાયત થઇ હતી. 2003માં તેમને કલાપી પુરસ્કાર મળ્યો હતો. 2011માં તેમને પત્રકારત્વ માટે હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર અને સાહિત્યમાં યોગદાન માટે વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર મળ્યો હતો. 1999માં તેમને નચિકેતા પુરસ્કાર પણ મળ્યો હતો. 2017માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનો સાહીત્યરત્ન એવોર્ડ મળ્યો હતો.

આપી યાદગાર નવલકથાઓ


કવિતા, ટૂંકી વાર્તા ચરિત્ર વગેરે ક્ષેત્રોમાં સર્જન કરનાર ભગવતીકુમાર શર્માનું નોંધપાત્ર પ્રદાન નવલકથામાં છે.  આ પૈકી ‘સમયદ્વીપ’માં બ્રાહ્મણ કથાનાયક નીલકંઠના આધુનિક યુવતી નીરા સાથેના લગ્ન પછી સર્જાતો મૂલ્યસંઘર્ષ અને મનોસંઘર્ષ કેન્દ્રમાં છે. ‘ઉધ્વમૂલ’,‘અસૂર્યલોક’ દીર્ઘ નવલકથાઓ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK