ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતા બનવા માટે કૉન્ગ્રેસીઓમાં લાગી હોડ

પરેશ ધાનાણી, મોહનસિંહ રાઠવાનાં નામ ચર્ચામાં છે ત્યારે કુંવરજી બાવળિયા અને વિક્રમ માડમે પણ નોંધાવી દાવેદારી

solanki

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ કૉન્ગ્રેસને વધુ એક વખત વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવ્યો છે ત્યારે વિરોધ પક્ષના નેતા બનવા માટે કૉન્ગ્રેસના વિધાનસભ્યોમાં હોડ લાગી છે. જોકે કૉન્ગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વિપક્ષના નેતા નક્કી કરશે.

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની પસંદગી માટે ગઈ કાલથી કૉન્ગ્રેસના વિધાનસભ્યોની બે દિવસની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં ગુજરાત કૉન્ગ્રેસના પ્રભારી અશોક ગેહલોટ અને જિતેન્દ્ર સિંહ નિરીક્ષક તરીકે હાજર રહીને વિધાનસભ્યોને સાંભïળી રહ્યા છે. ગુજરાતમાંથી વિજય મેળવનાર કૉન્ગ્રેસના વિધાનસભ્યો ગઈ કાલે બેઠકમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા.

ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા બનવા માટે કૉન્ગ્રેસના વિધાનસભ્યોમાં જાણે હોડ લાગી છે. પરેશ ધાનાણી, મોહનસિંહ રાઠવા સહિતનાં કેટલાંક નામ ચર્ચામાં છે ત્યારે કુંવરજી બાવળિયા અને વિક્રમ માડમે પણ વિપક્ષી નેતા બનવા માટે દાવેદારી નોંધાવી છે.

કૉન્ગ્રેસના વિધાનસભ્ય કુંવરજી બાવળિયાએ મીડિયાને કહ્યું હતું કે ‘કોળી સમાજના પ્રતિનિધિ તરીકે હું જાહેર જીવનમાં લાંબા સમયથી છું. સ્વાભાવિક છે કે સિનિયૉરિટી પ્રમાણે નામ મૂકી શકીએ, આખરી નિર્ણય હાઈ-કમાન્ડ લેશે.’

કૉન્ગ્રેસના અન્ય એક વિધાનસભ્ય વિક્રમ માડમે મીડિયાને કહ્યું હતું કે ‘મારી દાવેદારી વિપક્ષ નેતા તરીકેની છે. મારા ટેકામાં ૨૭થી ૨૮ વિધાનસભ્યો દાવેદારી મૂકશે. પાર્ટી સાથે રહીને કોઈ પણ વિધાનસભ્ય દાવેદારી કરી શકે અને માગવું એ કાંઈ ગુનો નથી.’

તમામ વિધાનસભ્યોએ કૉન્ગ્રેસના નેતા નક્કી કરવાની સત્તા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને આપી છે. તમામ વિધાનસભ્યો ઉત્સાહમાં છે અને સક્રિય ભાગ ભજવવાની તૈયારી બતાવી છે.

- ભરતસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK