દુલ્હાને અમંગળ ઘટનાની જાણ ન કરીને મંગળ ઘડી સાચવી લેવાઈ

એક તરફ મમ્મી-પપ્પાની બૉડી ટ્રકના કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવતી હતી તો બીજી તરફ દીકરાના મંગળફેરા લેવાતા હતા

truck1

રશ્મિન શાહ

ગઈ કાલે સવારે બોટાદ પાસે આવેલી રંઘોળા નદીના બ્રિજ પરથી ટ્રક નીચે પડતાં ૩૧ જાનૈયાઓનાં મોત થયાં હતાં અને ૬૦થી વધુ લોકો ઘાયલ થયા હતા, પણ આ આખી ઘટનાથી વરરાજા વિજય કોળી અને તેનાં મોટાં ભાઈ-ભાભી અજાણ હતાં. કુદરતની કરમકઠણાઈ એ કહેવાય કે જાનની ટ્રક રસ્તામાં ક્યાંક અટવાઈ ગઈ હશે એવું ધારીને વિજયનાં લગ્નનો પ્રસંગ પૂરો કરવામાં આવ્યો. જાનૈયાઓ સાથે વિજયનાં મમ્મી-પપ્પાની ડેડ-બૉડી ટ્રકની નીચેથી કાઢવામાં આવતી હતી, જ્યારે બીજી તરફ વિજય પોતાની વાગ્દત્તા સાથે પોતાના જીવનના મંગળફેરા ફરતો હતો. આખો લગ્નપ્રસંગ પૂરો થયા પછી તેને અને તેનાં ભાઈ-ભાભીને આ ઍક્સિડન્ટ વિશે વાત કરવામાં આવી હતી અને જાન વિદાય થયા પછી વિજય સીધો હૉસ્પિટલમાં પહોંચ્યો હતો.

ઘટના શું બની હતી?


ગઈ કાલે વહેલી સવારે પાલિતાણા પાસે આવેલા અનિડા નામના ગામથી જાન રવાના થઈ હતી. જાન લગ્ન માટે સ્વામીનારાયણના ગઢડા ગામ પાસે આવેલા ટાટમ નામના ગામે જવાની હતી, પણ રસ્તામાં બોટાદ પાસે ટ્રકને ઓવરટેક કરવા જતાં બસ રંઘોળા નદી પરના બ્રિજ પરથી ૩૦ ફુટ ઊંચાઈથી બ્રિજની રેલિંગ તોડીને ઉપરથી નીચે ખાબકી હતી. આખી બસ જાનૈયાઓથી ભરેલી હતી. એમાંથી ૩૧ જાનૈયાઓનાં મોત થયાં હતાં. આ આંકડો વધે એવી પૂરી શક્યતા છે; કારણ કે ૧૧ જાનૈયાઓ ગંભીર રીતે ઘવાયા છે, જ્યારે બાવીસ જણને સામાન્ય ઈજા થઈ છે.

truck

ગામનાં મોટા ભાગનાં ઘરમાં મૃત્યુ

અનિડા ગામમાં કોળીઓની વસ્તી છે અને પચાસ ઘરના આ આખા ગામની વસ્તી માંડ ૧૪૭ લોકોની છે. વિજય કોળીનાં લગ્ન માટે દરેક ઘરમાંથી બબ્બે જણને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ઈશ્વરના રૌદ્ર રૂપ વચ્ચે મોટા ભાગનાં ઘરમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિનું મોત થયું હતું. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મરનારા લોકોના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જીવ ગુમાવનારા લોકોને ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપી હતી.

ડ્રાઇવર ફરાર

ટ્રક ચલાવતો ડ્રાઇવર માત્ર ૨૩ વર્ષનો છે અને આ ઍક્સિડન્ટમાં તેનો પણ પગ ભાંગ્યો છે. જોકે એ અવસ્થા વચ્ચે પણ તે પ્લાસ્ટર સાથે હૉસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. ડ્રાઇવરને શોધવાનો આદેશ ગુજરાત પોલીસ દ્વારા આપી દેવામાં આવ્યો છે. રાકેશ નામના આ ડ્રાઇવર પાસે લાઇસન્સ પણ ન હોવાની વાત પોલીસને ટ્રાવેલ-કંપનીના માલિક પાસેથી ખબર પડી છે. ડ્રાઇવરને શાંતિથી ટ્રક ચલાવવાનો આદેશ આપ્યો હોવા છતાં ટ્રક ચાલુ કરી ત્યારથી જ તે ઓવરસ્પીડમાં ચલાવતો હતો. ડ્રાઇવરને ઑલરેડી બે વખત જાનૈયાઓ દ્વારા ધીમે ચલાવવાની સૂચના પણ આપવામાં આવી હતી. જોકે તેણે એને અવગણી હતી અને એને પરિણામે આવી ગમખ્વાર ઘટના બની.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK