“મારે લગ્ન કરવાનાં છે, મારા ઘરે છોકરા હશે, હું નપુંસક નથી, મર્દ છું”

એક રૂમમાં યુવતી સાથેનો પોતાનો વિડિયો વાઇરલ થતાં હાર્દિક પટેલે એને બનાવટી ગણાવ્યો અને કહ્યું...

hardik


શૈલેષ નાયક

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમ છે એવા સમયે પાટીદાર સમાજને અનામત અપાવવા આંદોલન કરી રહેલા પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ અને એક યુવતીનો કહેવાતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. જોકે આ વિડિયો સત્ય છે કે ષડ્યંત્ર એ વિશે અનેક અટકળો ઊઠવા સાથે ગુજરાતમાં હલચલ મચી ગઈ છે. જોકે આ વિડિયો વિશે ગાંધીનગર પાસેના માણસાની ૧૮ નવેમ્બરની સભામાં હાર્દિક પટેલ જાહેર કરશે કે આ CD કેવી રીતે બની.

ગઈ કાલે બપોર બાદ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા આ વિડિયોમાં એક રૂમમાં હાર્દિક પટેલ અને એક યુવતી બેડ પર બેઠેલાં અને વાતો કરતાં જોવા મળી રહ્યાં છે. જોકે વિડિયોમાં હાર્દિક પટેલ જ છે કે અન્ય કોઈ એ વિશે કોઇ પુષ્ટિ નથી થઈ શકી.

આ વિડિયો વાઇરલ થતાં હાર્દિક પટેલે મીડિયાને સ્પષ્ટતા કરતાં ગળું ખોંખારીને કહ્યું હતું કે ‘આ CD ખોટી છે અને માણસાની સભામાં જાહેર કરીશું કે CD કેવી રીતે બની. હું માનું છું ત્યાં સુધી ગંદી રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે. આનાથી પણ ભૂંડી રીતે આરોપો–પ્રત્યારોપ લગાવવાના પ્રયાસો BJP કરશે. BJPના લોકો આરોપો કરે એમાં ચિંતાનો વિષય નથી. સંઘના લીડર સંજય જોષીની પણ સેક્સ CD બનાવી હતી. મને કોઈ ચિંતા નથી. સમાજ અને રાજ્યના ભવિષ્ય માટે મારે લડવાનું છે એમાં મારે શરમથી માથું ઝુકાવી જતું રહેવાનું? આવું વારંવાર કરશે. એક રીઢા પૉલિટિશ્યન તરીકે આ બધી વાત મારે સ્વીકારવી પડશે.’

હાર્દિક પટેલે BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘અમિત શાહ જેવા લોકોની જાસૂસી કરાવી શકતા હોય, પોતાની સત્તા બચાવવા આંદોલન તોડવા હલકા પ્રકારની રાજનીતિ કરવા નીકળ્યા છે. BJP ચૂંટણી હારી રહી છે એટલે CD બહાર પાડી. દુખની વાત એ છે કે સ્ટિન્ગ કર્યું હોત તો માનત, પણ આ મૉર્ફ કર્યું છે. મારે લગ્ન કરવાનાં છે, મારા ઘરે છોકરા હશે, હું નપુંસક નથી, મર્દ છું.’

અમને કોઈ લેવા-દેવા નથી : BJP

હાર્દિક પટેલના કથિત વિડિયો વિશે પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના અગ્રણી શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથે વાત કરતાં BJP સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતમાં અતિશય ગંદી રાજનીતિ પર BJP ઊતરી આવી છે. કથિત વાતમાં કોઈ તથ્ય નથી. મારે શબ્દ વાપરવો ન પડે પણ વાપરવો પડે છે કે હાર ભાળી ગયા પછી BJP હલકી કક્ષા પર ઊતરી આવી છે. હાર્દિકને BJP વાળા ડરાવી કે ખરીદી નહીં શકતાં ખોટો વિડિયો રજૂ કરી હાર્દિકને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.’


બીજી તરફ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ પ્રેસ-કૉન્ફરન્સમાં આ કથિત વિડિયો વિશે કહ્યું હતું કે ‘આ બાબતે BJPને કોઈ લેવા-દેવા નથી. BJP પર આક્ષેપ કરી આ ઘટનાને ડાઇવર્ટ નહીં કરી શકો. જે ઘટના બની છે, સોશ્યલ મીડિયામાં અમે જોઈ છે એ ગુજરાતની અસ્મિતા માટે લાંછન છે. જે વિડિયો વાઇરલ થયો એમાં જે વ્યક્તિ દેખાય છે એ વ્યક્તિનું સમર્થન કૉન્ગ્રેસ કરી રહી છે.’

સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે કથિત વિડિયોના મુદ્દે કહ્યું હતું કે ‘હું માનું છું ત્યાં સુધી ન હોય, પણ આગેવાનોએ દરેક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. કોઈનું નામ બદનામ કરવાનો મતલબ નથી. જોકે સરદાર પટેલ ગ્રુપ વ્યક્તિગત પ્રfનમાં સામેલ થવા નથી માગતું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy