હાર્દિકને લીધે હવે કૉન્ગ્રેસમુક્ત નહીં, કૉન્ગ્રેસયુક્ત ગુજરાત

રાહુલ ગાંધી અને કૉન્ગ્રેસે આ પાટીદાર યુવાનનું સન્માન કરવું પડે, કારણ કે તેને લીધે જ આજે એવી સિચુએશન ઊભી થઈ કે નરેન્દ્ર મોદી જે ગુજરાતમાંથી કૉન્ગ્રેસને હાંકી કાઢવાની વાત કરતા હતા એ ગુજરાતમાં જ હાર્દિકે કૉન્ગ્રેસને સન્માનનીય સ્થાન પર મૂકી દીધી

hardik

રશ્મિન શાહ

ગુજરાત વિધાનસભાના ઇલેક્શન સમયે નરેન્દ્ર મોદી સતત એવું કહેતા હતા કે આ વખતે ગુજરાતમાંથી કૉન્ગ્રેસને હાંકી કાઢવાની છે અને ગુજરાતને કૉન્ગ્રેસમુક્ત કરવાની છે. જોકે રિઝલ્ટ આવ્યા પછી હવે એવી સિચુએશન ઊભી થઈ છે કે ગુજરાત કૉન્ગ્રેસમુક્ત નહીં પણ કૉન્ગ્રેસયુક્ત રહેશે. કૉન્ગ્રેસને સૌથી મોટો ફાયદો જો કોઈએ કરાવ્યો હોય તો તે હાર્દિક પટેલ છે. હાર્દિક પટેલના કારણે કૉન્ગ્રેસને ગુજરાતમાં તેર બેઠક વધારે મળી છે, હાર્દિક પટેલે ગઈ કાલે ‘મિડ-ડે’ સાથેની વાતમાં કહ્યું હતું કે ‘હવે અમારું ધ્યાન એક જ દિશામાં રહેશે કે કેવી રીતે આંદોલન આગળ વધે. અમારું ચાલશે તો અને સમાજનો સાથ આવો જ અકબંધ રહેશે તો ૨૦૧૯ના લોકસભાના ઇલેક્શન સમયે ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન પણ આવે અને ગુજરાતમાં સત્તાપરિવર્તન આવે.’

હાર્દિક પટેલ ફૅક્ટર સૌરાષ્ટ્રમાં કૉન્ગ્રેસને ફેવર કરી ગયું હતું અને એકમાત્ર રાજકોટ અને પોરબંદરને બાદ કરતાં સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ, અમરેલી અને મોરબી જિલ્લામાં એની હાથીકાય અસર દેખાઈ હતી; જેને લીધે છેલ્લાં બાવીસ વર્ષમાં BJPને પહેલી વાર સૌથી ઓછી બેઠકો મળી. હાર્દિક પટેલ અને પાટીદાર ફૅક્ટરને લીધે એવું પણ બન્યું કે BJPના દિગ્ગજ કહેવાય એવા મહેન્દ્ર મશરૂ, દિલીપ સંઘાણી, કાંતિ અમૃતિયા, બાવકુ ઉંઘાડ પણ હાર્યા.

અહીં હાર્દિકની સીધી અસર

મોરબી, જામનગર, જૂનાગઢ, અમરેલી, મહેસાણા જિલ્લામાં સીધી અસર જોવા મળી તો ભાવનગરમાં આંશિક અસર દેખાઈ; જ્યારે રાજકોટ અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં હાર્દિકની સભાને સારો રિસ્પૉન્સ મળ્યો, પણ મત કૉન્ગ્રેસને આપવાની વાત કોઈએ સાંભળી નહીં.

સુરતમાં હાર્દિકને મળ્યો જાકારો

સુરત જિલ્લામાં હાર્દિક પટેલના અનામત આંદોલનને જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો હોવા છતાં સુરતની સોળ બેઠકમાંથી માત્ર એક જ બેઠક કૉન્ગ્રેસના ફાળે ગઈ હતી જેને લીધે બહુ મોટો આંચકો હાર્દિક અને કૉન્ગ્રેસને લાગ્યો હતો. હાર્દિકે કહ્યું હતું કે ‘યુવાનો સુધી અમારી વાત પહોંચી, પણ પાટીદાર ગભરુ પ્રજા છે એટલે તેમણે મતદાન કરવા જવાનું ટાળ્યું. એને લીધે અમને જોઈતું પરિણામ મળ્યું નથી.’

હાર્દિક પટેલની વાત ખોટી નથી. દક્ષિણ ગુજરાતમાં યુવાનો રૅલીમાં એકત્રિત થયા, પણ તેઓ મતદાન કરવા માટે બહાર નીકળ્યા નહીં અને એનો સીધો ફાયદો BJPને થયો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK