ગુજરાતના ખેડૂતોનું દેવું ક્યારે માફ કરશો?

હવે ખેડૂતોના મુદ્દે ક્ષત્રિય ઠાકોર સેના મેદાનમાં : અલ્પેશ ઠાકોરે વિજય રૂપાણીને સવાલ,  કહ્યું... જો સરકાર દેવું માફ નહીં કરે તો આંદોલન

rupani


શૈલેષ નાયક

ગુજરાતના ખેડૂતોના મુદ્દે હવે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને OBC, SC એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર મેદાનમાં આવી ગયા છે અને ગુજરાત સરકાર સામે સવાલ ઉઠાવ્યો છે કે ગુજરાતના ખેડૂતોનું દેવું ક્યારે માફ કરશો? જો સરકાર દેવું માફ નહીં કરે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે ‘ગુજરાત સરકાર ખેડૂતોની સમસ્યાને સમજે અને સાંત્વન આપે તથા તેમને દેવામાંથી ઉગારે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ખેડૂતોનું દેવું માફ કરી આપ્યું એને અમે વધાવી લઈએ છીએ, પણ તો પછી આપણા ગુજરાતના ખેડૂતોનો શું વાંક? સરકાર હજી સુધી ગામેગામ પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે. ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી. ગુજરાતના ખેડૂતો અંદાજે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાના દેવા હેઠળ દબાયેલા છે ત્યારે અમે ખેડૂતોના સંપૂર્ણ દેવામાફીની માગણી કરીએ છીએ.’

જો ખેડૂતોની માગણીને વાચા આપવામાં નહીં આવે તો ૨૧ જૂનથી આંદોલનની જાહેરાત કરતાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે ‘૨૧ જૂનથી દરરોજ અલગ-અલગ ૧૫૦ તાલુકાઓમાં ખેડૂતો સાથે મળીને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા દેખાવો અને ધરણાં યોજાશે. એકથી પાંચ જુલાઈ દરમ્યાન ગુજરાતનાં પાંચ સ્થળોએ મોટી રૅલી યોજાશે અને ત્યાર બાદ ૮, ૯ અને ૧૦ જુલાઈ દરમ્યાન ત્રણ દિવસ ખેડૂતો સાથે અનશન પર બેસીશું અને ૧૧ જુલાઈએ ૧૫,૦૦૦થી વધારે ખેડૂતો સાથે મુખ્ય પ્રધાનને મળવા જઈશું અને રજુઆત કરીશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK