ગુજરાતમાં AAPના સૂપડાં સાફ, તમામ ૨૭ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી

પાર્ટીની રાષ્ટ્રીય સ્તરે ફેલાવાની મહત્વાકાંક્ષા અધૂરી રહી ગઈ

પહેલી વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડતા પક્ષ AAPના એ ચૂંટણીના તમામ ૨૭ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી. પ્રથમ પ્રયાસમાં ધબડકાને કારણે AAPની રાષ્ટ્રીય સ્તરે ફેલાવાની મહત્વાકાંક્ષા અધુરી રહી ગઈ છે. AAPએ જે ૨૭ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા એમાંથી ૧૪ બેઠકો કૉન્ગ્રેસને અને ૧૩ બેઠકો BJPને ફાળે ગઈ હતી.

બોટાદ મતવિસ્તારમાં કૉન્ગ્રેસના ઉમેદવાર ધીરજ કળથિયા સામે રસાકસીભરી લડત બાદ BJPના ભૂતપૂર્વ પ્રધાન સૌરભ પટેલ જીત્યા હતા. એમાં AAPના ઉમેદવાર જિતુ બાવલિયા ફક્ત ૩૬૧ મત મેળવીને અનેક અપક્ષ ઉમેદવારોની પાછળ ૧૬મા ક્રમે આવ્યા હતા.

જામનગર (ગ્રામીણ)ની બેઠક પર કૉન્ગ્રેસના વલ્લભ ધારવિયા ૭૦,૭૫૦ મત મેળવીને જીતી ગયા. એ બેઠક પર AAPના ઉમેદવાર પરેશ ભંડેરી ફક્ત ૩૨૧ મત સાથે બારમા ક્રમે હતા. ધોરાજીમાં પણ પચીસ ઉમેદવારોમાં AAPના ઉમેદવાર હાર્દિક વછાણી બારમા ક્રમે હતા. એ બેઠક પર હાર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા કૉન્ગ્રેસના નેતા લલિત વસોયા જીતી ગયા હતા.

સુરતના લિંબાયત મતવિસ્તારમાં BJPનાં સંગીતા પાટીલ જીતી ગયાં હતાં. એ મતવિસ્તારમાં AAPના રાસા રાજુ ઉપાલૈયા દસમા ક્રમે આવ્યા હતા. સુરતના કતારગામના AAPના ઉમેદવાર નાગજીભાઈ અંબાલિયા ૪૧૩૫ મત મેળવીને ત્રીજા ક્રમે રહ્યા હતા. એ બેઠક પર BJPના વિનોદભાઈ મોરડિયા ૧,૨૫,૩૮૭ મત મેળવીને વિજયી થયા હતા. અમદાવાદના બાપુનગર મતવિસ્તારમાં AAPના મુસ્લિમ ઉમેદવાર અમજદખાન પઠાણે ફક્ત ૧૫૪૮ મત પ્રાપ્ત કર્યા હતા, પરંતુ મતસંખ્યાના ક્રમમાં તેઓ ત્રીજા રહ્યા હતા. બાપુનગર મતવિસ્તારમાં કૉન્ગ્રેસના હિંમતસિંહ પટેલ ૫૮,૭૮૫ મત મેળવીને વિજયી થયા હતા. નોંધપાત્ર બાબત

એવી છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના ઉમેદવારોના પ્રચાર માટે AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ નહોતા આવ્યા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK