ડૅડી, મારા પિરિયડ્સ શરૂ થયા છે મારા માટે પૅડ લેતા આવશો?

અક્ષયકુમારે ગઈ કાલે અમદાવાદમાં કહ્યું કે પૅડમૅન ફિલ્મને પગલે ઘર-ઘરમાં આ સંવાદ બોલાશે : મેન્સ્ટ્રુએશન દરમ્યાન વહુને ઘરની બહાર સુવડાવતી સાસુનો કિસ્સો પણ વર્ણવ્યો

padman1

શૈલેષ નાયક

‘પૅડમૅન’ ફિલ્મના મુંબઈમાં યોજાયેલા ખાસ શોમાં ફિલ્મ જોયા પછી એક યુવતી રડી પડી હતી અને અક્ષયકુમાર તેમ જ ડાયરેક્ટર આર. બાલ્કીને કહ્યું હતું કે હું મારા હસબન્ડ અને મારાં સાસુને આ ફિલ્મ જોવા લઈ જઈશ.

ગઈ કાલે અમદાવાદમાં સ્કૂલની વિદ્યાર્થિનીઓ સાથે બેસીને અક્ષયકુમાર, ફિલ્મના ડાયરેક્ટર આર. બાલ્કી, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમ જ મહિલા અને બાળકલ્યાણ પ્રધાન વિભાવરી દવેએ ફિલ્મ જોઈ હતી. ફિલ્મ પૂરી થયા બાદ અક્ષયકુમારે મુંબઈમાં આ ફિલ્મનો ખાસ શો યોજાયા બાદ બનેલી સુખદ ઘટના અમદાવાદમાં શૅર કરી હતી.

અક્ષયકુમારે કહ્યું હતું કે ‘મને ફિલ્મ દરમ્યાન બહુબધી વસ્તુઓની ખબર પડી. મુંબઈમાં આ ફિલ્મ જોયા પછી એક યુવતી ખૂણામાં બેસીને રડી રહી હતી. બાલ્કીએ તેને પૂછ્યું તો તેણે કહ્યું કે મારા ઘરમાં મારા પતિ અને સાસુ વચ્ચે ઝઘડો થાય છે. પિરિયડ્સ દરમ્યાન મને મારાં સાસુ ઘરની બહાર સૂવાનું કહેતાં હોય છે. મારા પતિ તેમની મમ્મીને સમજાવે છે. આ પિક્ચર જોયા પછી મારાં સાસુ અને હસબન્ડને લઈને ફિલ્મ જોવા આવીશ.’

અક્ષયકુમારે ફિલ્મ જોયા બાદ સૌથી પહેલો પ્રશ્ન વિદ્યાર્થિનીઓને એ પૂછ્યો હતો કે ‘ફિલ્મ કેવી લાગી?’ તો થિયેટરમાં બેસેલી છોકરીઓએ જોરથી કહ્યું હતું, ‘બહોત અચ્છી.’ આ સાંભળતાં જ અક્ષયકુમારે ખુશ થઈને સ્માઇલ આપીને વિદ્યાર્થિનીઓને કહ્યું હતું કે ‘કોશિશ કરજો કે તમે તમારાં મમ્મી–પપ્પાને આ ફિલ્મ બતાવો. આપણે ભારત દેશને ૧૦૦ ટકા પૅડ યુઝ કન્ટ્રી બનાવવો છે અને ગુજરાત પહેલું રાજ્ય બને કે દરેક મહિલા પૅડ સાથે હોય. આ ફિલ્મની ચર્ચા બાદ હું ઘણુંબધું જોઈ રહ્યો છું કે પૅડની વાત ચાલી રહી છે અને એ સારી નિશાની છે. પહેલાં લોકો શરમાતા હતા, પણ આ એક નૅચરલ બાબત છે. કોઈ ગર્લ તેના ડૅડીને ફોન કરીને એવું કહેતી થશે કે ડૅડી, મારા પિરિયડ્સ શરૂ થયા છે, મારા માટે પૅડ લાવશો? આવું હવે બનશે. વુમન સ્ટ્રૉન્ગ બનશે તો દેશ સ્ટ્રૉન્ગ બનશે.’

અક્ષયકુમારને ‘પદ્માવત’ વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે ‘હું મારી ફિલ્મ માટે વાત કરીશ. આ બાબતે વાત નહીં કરું.’

padman

વિજય રૂપાણીએ અક્ષયકુમારને શું ખાતરી આપી?

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગઈ કાલે અમદાવાદમાં અક્ષયકુમાર સાથે બેસીને ‘પૅડમૅન’ ફિલ્મ જોયા બાદ અક્ષયકુમારે કરેલી અપીલનો પ્રત્યુત્તર વાળતાં અક્ષયકુમારને વિશ્વાસ અપાવતાં કહ્યું હતું કે ‘અક્ષયકુમાર આપણી વચ્ચે છે ત્યારે ખાતરી આપીએ કે ગુજરાતમાં ૧૦૦ ટકા બહેનો પૅડનો ઉપયોગ કરે એ માટે પ્રયત્ન કરીશું. આ ફિલ્મ એક નવી સામાજિક ચેતના જગાવનારી છે. આ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત કરવા ચોક્કસ વિચારીશું.’

દેશમાં મહિલા સશક્તીકરણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ વિષયને લઈને શરૂઆતમાં ભ્રૂણહત્યા માટે ઝુંબેશ શરૂ કરી હતી અને સ્ત્રીસમાનતાના વિષયને લઈને સામાજિક જાગરૂકતા શરૂ કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK