ગુજરાતની નદીઓમાં પણ અટલજીનાં અસ્થિ પધરાવાશે

આજે અમદાવાદમાં પ્રાર્થનાસભા યોજાશે અને આવતીકાલે અસ્થિવિસર્જનયાત્રા નીકળશે ashti


દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીનાં અસ્થિઓનું સાબરમતી, નર્મદા, તાપી, મહી, સરસ્વતી નદી તેમ જ સોમનાથ ત્રિવેણીસંગમમાં વિસર્જન કરવામાં આવશે. આજે સાંજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હૉલમાં સર્વદલીય સાર્વજનિક પ્રાર્થનાસભા યોજાશે.
પ્રાર્થનાસભામાં તમામ પાર્ટીઓના આગેવાનો–કાર્યકરો, સંતો–મહંતો, વેપારી અસોસિએશન, સાહિત્યકારો સહિત સમાજના તમામ વર્ગના લોકો ઉપસ્થિત રહેશે અને અટલજીને શ્રદ્ધાંજલિ અર્પશે.

આવતીકાલે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણી દિલ્હીથી અટલજીના અસ્થિકુંભ લઈને બપોરે અમદાવાદ આવશે. ઍરપોર્ટ પર ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તેમ જ અન્ય આગેવાનો અસ્થિકુંભને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યાર બાદ અસ્થિકુંભને ખાડિયા લઈ જવામાં આવશે, જ્યાંથી અસ્થિવિસર્જન યાત્રા યોજાશે. આ યાત્રા ટિળક ગાર્ડન પાસે રિવરફ્રન્ટ પર પહોંચશે જ્યાં સાબરમતી નદીમાં અસ્થિવિસર્જન કરવામાં આવશે.

આ ઉપરાંત ૨૫ ઑગસ્ટે તાપી નદી અને સોમનાથ ત્રિવેણી સંગમમાં તેમ જ ૨૭ ઑગસ્ટે મહી, સરસ્વતી અને નર્મદા નદીમાં સ્વર્ગસ્થ અટલજીનાં અસ્થિનું વિસર્જન કરવામાં આવશે. ૨૫થી ૩૦ ઑગસ્ટ દરમ્યાન ગુજરાતના તમામ જિલ્લામથકો તથા તાલુકા મથકોએ સાર્વજનિક પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK