અમદાવાદમાં 2 મહિના માટે લાગુ કલમ 144, હાર્દિકે ગુજરાત સરકાર પર કર્યા પ્રહાર

ગુજરાતમાં 25 ઓગસ્ટે આમરણાંત ઉપવાસ આંદોલનની માગ પર અડગ પાટીદાર નેતા હાર્દિક પટેલને ઝટકો આપતા અમદાવાદ પોલીસ કમિશનરે શહેરમાં 2 મહિના સુધી કલમ 144 લાગુ કરી છે

HARDIK



ગુજરાતમાં 25 ઓગસ્ટે આમરણાંત ઉપવાસ આંદોલનની માગ પર અડગ પાટીદાર નેતા હાર્દિક પટેલને ઝટકો આપતા અમદાવાદ પોલીસ કમિશનરે શહેરમાં 2 મહિના સુધી કલમ 144 લાગુ કરી છે. હવે શહેરમાં કોઈ પણ સ્થળે 4થી વધુ લોકો એકત્ર નહીં થઈ શકે. બીજી તરફ હાર્દિક પટેલે ટ્વિટ કરી ગુજરાત સરકાર પર પ્રહાર ક્યા છે.

ખેડૂતોની દેવા માફી અને પાટીદાર અનામતની માગ માટે હાર્દિક પટેલે 25 ઓગસ્ટથી આમરણ ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. અમદાવાદમાં મંજૂરી ન મળ્યા બાદ હાર્દિક પટેલને ગાંધીનગરમાં પણ ઉપવાસની મંજૂરી ન મળે તેવી શક્યતા છે. ત્યારે હાર્દિક પટેલે પોતાના ઘરે પણ ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. જો કે પોલીસ કમિશનર એ કે સિંહે 60 દિવસ માટે શહેરમાં કલમ 144 લાગુ કરી હાર્દિકની ઉપવાસની શક્યતાઓ પર પૂર્ણવિરામ મુકી દીધું છે. હવે હાર્દિક પટેલ પોતાના ઘરે પણ ચારથી વધુ લોકોને એકત્ર નહીં કરી શકે.

પોલીસે ટોલનાકા પર વાહનોનું સઘન ચેકિંગ કરવાની સાથે સાથે ગેસ્ટ હાઉસ, હોટેલ, રેસ્ટોરન્ટ પર પણ નજર રાખવાની શરૂઆત કરી છે. તો સીસીટીવી ફૂટેજ સાચવવા પણ સૂચના અપાઈ છે.

TWEET


આ દરમિયાન હાર્દિક પટેલે ટ્વિટ કર્યુ છે કે ઉપવાસ આંદોલન રોકવા માટે અમદાવાદમાં કલમ 144 લાગુ કરાઈ છે. આશ્ચર્ય થાય છે કે બંધારણીય રીતે આંદોલન કરવું દરેકનો અધિકાર છે, છતાંય ગુજરાતની ભાજપ સરકાર ઉપવાસ આંદોલન કરતા આંદોલનકારીઓને રોકી રહી છે. પોલીસે મંડપ લગાવનાર લોકોને પણ ત્રણ કલાકમાં સામાન સંકેલી લેવા કહ્યું છે.

બીજા એક ટ્વિટમાં હાર્દિકે કહ્યું કે ભાજપની ગુંડાગર્દી અને તાનાશાહી વિરુદ્ધ એક પણ પ્રામાણિક અધિકારી કશું બોલી નથી રહ્યા, મીડિયા પણ સત્ય નથી બતાવી રહ્યું, સામાજિક આંદોલન કરનાર લોકો જાણે ખોવાઈ ગયા છે. પરંતુ મારી લડાઈ આલીશાન મકાનમાં રહેતા લોકો માટે નહીં, ગરીબો, ખેડૂતો અને મજૂરો માટે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK